________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૨૯ ફાગણ સુદ ૧૪ શુક્રવાર, તા. ૨૭-૨-પ૩ હવે કદાચિત્ કોઈ સાત તત્ત્વની શ્રદ્ધા શાસ્ત્ર મુજબ કરી લે, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે શીખી લે, શાસ્ત્ર શું કહે છે તેમાં ઉપયોગ લગાવે, બીજાને ઉપદેશ આપે પણ જીવ-અજીવાદિના ભાવની તેને ખબર નથી, ને ભાવ ભાસન વિના તત્ત્વાર્થશ્રદ્ધા કયાંથી થાય? ન થાય. ભાવ ભાસવો શું છે તે અહીં કહે છે.
ભાવભાસનનું દષ્ટાંત સહિત નિરૂપણ જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે સંગીતશાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂછના અને તાલના ભેદો તો શીખે છે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતો નથી, ને સ્વરૂપ ઓળખાણ વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિરૂપ માને છે, અથવા સત્ય પણ માને તો નિર્ણય પૂર્વક માનતો નથી; તેથી તેનામાં ચતુરપણું થતું નથી. તેમ કોઈ જીવ સમ્યગ્દર્શન પામવા માટે શાસ્ત્રમાંથી જીવ-અજીવનું સ્વરૂપ શીખી લે છે, પણ આત્મા જ્ઞાનસ્વભાવ છે, પુણ્ય પાપ-આસ્રવ છે; તે બધાનો નિર્ણય પોતાના અંતરથી કરતો નથી. શાસ્ત્રથી શીખે છે, પણ હું જ્ઞાયકસ્વરૂપ છું, પુણ-પાપ વિકાર છે. શરીર અજીવ છે, આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટે તે સંવર-નિર્જરા છે–એમ નિર્ણયપૂર્વક સમજતો નથી તે વ્યવહારાભાસી છે. તે અન્ય તત્ત્વોને અન્ય સ્વરૂપ માની લે છે અથવા સત્ય માને તો ત્યાં નિર્ણય કરતો નથી. તેથી તે મિથ્યાષ્ટિ છે. જે સત્ય ન માને તેની વાત તો ઉપર કહેવાઈ ગઈ, પણ સત્યને જે નિર્ણય કર્યા વિના માને તેને પણ સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન વિના ચારિત્ર, તપ કે વ્રત હોતાં નથી. અહીં ત્રણ વાત કરી છે.
(૧) દેવ-ગુરુ-શાસ્ત્રને ઓધે માને તો તે ભૂલ છે. (૨) તત્ત્વોનું જ્ઞાન કરતો નથી તે મિથ્યાષ્ટિ છે. (૩) તત્ત્વોને ઓથે માને પણ અંતરમાં ભાવભાસન નથી તે મિથ્યાદષ્ટિ છે.
અહીં જેને ભાવભાસન નથી તેની વાત ચાલે છે. દારૂ પીધેલો માણસ જેમ કોઈવાર માતાને માતા કહે તોપણ તે ગાંડો છે, તેમ મિથ્યાદષ્ટિ જીવ નવ તત્ત્વોનાં નામ બોલે, પણ હું જીવ છું, વિકારાદિ અધર્મ છે, તેનાથી રહિત હું શુદ્ધ છું એવી ખબર નથી તેને ધર્મ થતો નથી. વળી જેમ કોઈ સંગીતશાસ્ત્રાદિ ભયો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે. તેમ કોઈ શાસ્ત્ર ભણે અથવા ન ભણે પણ જો જીવાદિનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com