________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
[શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો માનવું તે જીવ–અજીવતત્ત્વની ભૂલ છે. નિમિત્તનૈમિત્તિક સંબંધ પૃથક્ સ્વતંત્ર ન માને તો બેના અસ્તિત્વનું પ્રયોજન સિદ્ધ ન થયું. જીવમાં ભાવબંધ થાય છે તે સ્વતંત્ર છે, ને દ્રવ્યબંધ પણ સ્વતંત્ર છે. ભાવબંધને લીધે કર્મબંધ માને તો અજીવ પરતંત્ર થઈ જાય છે. કર્મબંધ કર્મના કારણે થાય છે તેમાં ભાવબંધ નિમિત્તમાત્ર છે. એમ ન માને તો જીવ-અજીવ બન્નેમાં ભૂલ છે. જીવ સ્વતંત્ર વિકાર કરે છે ત્યારે કર્મ કર્મના કારણે બંધાય છે તે પણ સ્વતંત્ર છે.
એમ બોલાય ખરું કે જીવે વિકાર કર્યો માટે કર્મ બંધાણાં પણ તેનો આશય સમજવો જોઈએ. નિમિત્તનૈમિત્તિકસંબંધ સમજવો જોઈએ. કર્મ કર્મના કારણે બંધાય છે ત્યારે જીવનો વિકાર નિમિત્તમાત્ર છે એમ સમજવું જોઈએ. જેને સાચી પ્રતીતિ હોય તેને સાચું જ્ઞાન હોય જ છે. શ્રી સમયસારના બંધાધિકારમાં પણ એ જ કહ્યું છે કેઃ
સર્વ જીવોને જીવન-મરણ થવાં તે તેના પોતાના આશ્રયે છે. પોતાનાં જીવન-મરણ બીજાના આશ્રયે નથી. ૫૨ જીવને મારવો કે બચાવવો તે શું જીવના હાથની વાત છે? ના; શરીરની ક્રિયા શરીરના કારણે છે, તેમાં જીવ નિમિત્તમાત્ર છે. સર્વ જીવોનાં જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાનાં કર્મના ઉદયના નિમિત્તથી છે. તેના આયુષ્યકર્મના નિમિત્તે જીવે છે, એ પણ વ્યવહારનું કથન છે. જીવ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી રહે છે, તેમાં આયુકર્મ નિમિત્તમાત્ર છે; પણ બીજો જીવ નિમિત્ત નથી એમ અહી બતાવવું છે. અજ્ઞાની જીવ માને છે કે હું છું તો પરનાં જીવન-મરણ, સુખ-દુ:ખ થાય છે; તો તે જીવ-અજીવ તત્ત્વની ભૂલ છે. ને દયાદાનાદિ પરિણામને ઉપાદેય માનવા તે આસ્રવતત્ત્વની ભૂલ છે. વળી સુખદુ:ખના સંયોગો મળવામાં વેદનીયકર્મ નિમિત્ત છે, તેમાં બીજો જીવ સીધું નિમિત્ત નથી. સામગ્રી આવે છે તે પોતાના કારણે આવે છે ને તેમાં વેદનીય નિમિત્ત છે; ને જીવ સુખ-દુ:ખની કલ્પના કરે છે તે સ્વતંત્ર કરે છે; તેમાં દર્શનમોહનીય નિમિત્ત છે. બીજો જીવ સુખ-દુ:ખ આપી શકતો નથી. હું છું તો બીજાને નભાવું છું એમ માની પર પદાર્થનો કર્તા થાય છે તે મિથ્યાદષ્ટિ છે.
હું બીજાને જીવાડું છું, મેં બીજાને સુખી કર્યા, બીજાની ક્ષુધા-તૃષા મટાડી, એમ અભિમાન કરે છે તે ભ્રાંતિ છે. ૫૨ જીવને સુખી કરવાનો અથવા જીવાડવાનો અધ્યવસાન થાય તે તો પુણ્યબંધનું કારણ છે, માટે રાજી થવા જેવું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com