________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧૩
અધિકાર સાતમો] માને છે તે પણ વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે તે ખરેખર જૈન નથી.
ફાગણ સુદ ૧૦ સોમવાર તા. ૨૩-૨-૫૩ આચાર્ય ભગવાને કહેલી વાત પ. ટોડરમલજીએ ચાલુ ભાષામાં કહી છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવી દષ્ટિ થઈ નથી અને પુણ્ય પરિણામમાં ધર્મ માને છે તે વ્યવહારાભાસી છે, લસણ ખાતાં ખાતાં અમૃતનો ઓડકાર આવે નહિ, તેમ શુભભાવરૂપી વિકાર કરતાં કરતાં શુદ્ધદશા કદી પણ પ્રાપ્ત થાય નહિ. અજ્ઞાની શુભભાવને ધર્મનું કારણ સમજે છે; રાગ ત્યાગવા યોગ્ય છે છતાં રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થશે એમ માનવું તે મિથ્યાદર્શન શલ્ય છે. બાહુબલીજીના પ્રતિમાને લીધે આકર્ષણ હોય તે બધાને આકર્ષણ થવું જોઈએ પણ એમ બનતું નથી. જીવને ફળ તો પોતાના પરિણામોનું છે. જે જીવ શુભ પરિણામ કરે તેને ભગવાન અથવા દિવ્યધ્વનિ શુભનું નિમિત્ત કહેવાય છે. ભગવાન છે તો કષાયમંદતા થઈ–એમ નથી. ધર્મી જીવ સમજે છે કે મારા પરિણામ મારાથી થાય છે. ભગવાન અથવા પ્રતિમા તો નિમિત્ત માત્ર છે; તેથી ઉપચારથી ભગવાનને એ વિશેષણો સંભવે છે.
પરિણામ શુદ્ધ થયા વિના અતિ પણ સ્વર્ગ-મોક્ષાદિના દાતા નથી. અહંતદેવ તથા વાણી પર ચીજ છે. શુભભાવ પુણ્ય આસ્રવ છે; તેથી રહિત ચિદાનંદની દષ્ટિપૂર્વક શુદ્ધ પરિણામ કરે તે મોક્ષનો દાતાર છે, ને તો અહંતને મોક્ષદાતા ઉપચારથી કહેવાય. જેટલો શુભરાગ બાકી રહે છે તેના નિમિત્તે સ્વર્ગ મળે છે, તો ભગવાનને નિમિત્તપણે સ્વર્ગદાતાર પણ કહેવાય. ભગવાન આ જીવના શુભ કે શુદ્ધ પરિણામના કર્તા હોય તો ભગવાન નિમિત્ત રહેતા નથી, ભગવાન ઉપાદાન થઈ ગયા; માટે તે ભૂલ છે. કોઈ કહે કે અમેદશિખર ને બાહુબલીજીનું વાતાવરણ એવું છે કે ધર્મની રુચિ થાય-તો એમ માનનાર મિથ્યાદષ્ટિ છે.
વળી અહંતનું નામ સાંભળવાથી કૂતરાદિ સ્વર્ગ પામેલ છે-એમ તે કહે છે. અજ્ઞાની લોકો કહે છે કે ભગવાનના નામમાં ઘણો અતિશય છે, પણ તે ભ્રાંતિ છે પોતાના પરિણામમાં કષાયમંદતા થયા વિના માત્ર નામ લેવાથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી તો પછી નામ સાંભળનારને કયાંથી થાય? પરિણામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com