________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૧૧ સરખું રહે છે. જીવના કારણે શરીર ચાલે છે–એમ જે માને છે તેણે જીવ અને શરીરને જુદાં માન્યાં નથી પણ એક માન્યાં છે. જડ પદાર્થ પણ ‘ઉત્પાવ્યયધ્રૌવ્યયુ$ સત્' છે, એટલે જડ શરીરના ઉત્પાદ-વ્યય પણ તેના જ કારણે થાય છે, જીવના કારણે નહિ. આત્માના ઉત્પાદ-વ્યય પોતામાં છે; કેવળજ્ઞાન પર્યાયપણે ભગવાનનો આત્મા ઊપજ્યો છે, પણ જડ શરીરની પરમઔદારિક અવસ્થા થઈ તેમાં આત્મા ઊપજ્યો નથી, તે તો જડનો ઉત્પાદ છે. વળી ભગવાન આકાશમાં ઊંચે ડગલાં ભર્યા વગર વિચરે છે, પણ ત્યાં શરીરની ચાલવાની ક્રિયા ભગવાનના આત્માના કારણે થઈ નથી. કેવળજ્ઞાન થયું માટે શરીર ઊંચું ચાલે છેએમ નથી. બન્નેનું પરિણમન ભિન્નભિન્ન છે. અહીં જીવમાં કેવળજ્ઞાનનો સ્વકાળ છે, ને પુદગલમાં દિવ્યધ્વનિનો સ્વકાળ છે, પણ જીવના કેવળજ્ઞાનને કારણે દિવ્યધ્વનિ નથી. જો જીવના કેવળજ્ઞાનને કારણે દિવ્યધ્વનિ હોય તો, જીવમાં કેવળજ્ઞાન તો અતૂટપણે સદાય છે, તેથી વાણી પણ સદાય હોવી જોઈએ, પણ વાણી તો અમુક કાળે જ ખરે છે. માટે વાણી વાણીના અકાળે જ ખરે છે. ભગવાનને ત્રણકાળનું જ્ઞાન વર્તે છે, કયા સમયે વાણી ખરશે તેનું પણ જ્ઞાન છે, કેવળજ્ઞાન કોઈ પરની પર્યાયને કરતું કે રોકતું નથી. લોકો “અરિહંત-અરિહંત' કરે છે, પણ અરિહંતના કેવળજ્ઞાનને ઓળખતા નથી.
“ભગવાનની વાણી' એમ કહેવું તે ઉપચાર છે; અને ભગવાનની વાણીથી બીજા જીવને ખરેખર જ્ઞાન થતું નથી, પણ સૌ જીવો પોતપોતાની લાયકાત પ્રમાણે સમજે તેમાં તે નિમિત્ત થાય છે. જીવ-અજીવ સ્વતંત્ર છે, બન્નેની અવસ્થા ભિન્નભિન્ન છે-એમ યથાર્થ વિશેષણથી જીવને ઓળખે તે જીવ મિથ્યાદષ્ટિ રહે નહિ.
આત્મામાંથી તો વાણી નીકળતી નથી, અને ખરેખર શરીરમાંથી પણ વાણી નીકળતી નથી. શરીર તે આહારવર્ગણામાંથી બને છે ને ભાષા ભાષાવર્ગણામાંથી બને છે. જેમ ચણાના લોટમાં, જે લોટ મેસુબ માટે કર્યો હોય તેમાંથી મગજ ન થાય. મગજ માટે લોટ જાડો હોય છે. તેમ આહારવર્ગણા અને ભાષાવર્ગણા ભિન્નભિન્ન છે; તેમાં આહારવર્ગણામાંથી સીધી ભાષા ન થાય, પણ ભાષાવર્ગણામાંથી જ ભાષા થાય છે. વળી કર્મની કાર્મણવર્ગણા છે તે પણ જુદી છે, એટલે કર્મના કારણે ભાષા થઈ–એમ પણ નથી. ભિન્નભિન્ન યોગ્યતાવાળા અનંત પરમાણુઓ જગતમાં છે.
હે ભગવાન! આપ સ્વર્ગ-મોક્ષના દાતાર છો ” એમ સ્તુતિમાં આવે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com