________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨]
શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મુનિનું સાચું લસણ હવે મુનિની સાચી પરીક્ષા કરે છે. મુનિને વ્યવહાર હોય છે ખરો, પણ વ્યવહારથી મુનિની સાચી પરીક્ષા થતી નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિનું સાચું લક્ષણ છે. અહીં એકતાની વાત છે, પૂર્ણતાની વાત નથી. ચોથ, પાંચમે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. ત્યાર પછી આગળ વધે તો પ્રથમ સાતમું ગુણસ્થાન આવે છે, પછી છઠું આવે છે. સ્વરૂપમાં અકષાય પરિણતિ થાય છે તે નિશ્ચયવ્રત છે ને જે શુભ પરિણામ આવે છે તે વ્યવહાર વ્રત છે. ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે. દેવાદિની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નથી, શાસ્ત્રનું ભણતર સમ્યજ્ઞાન નથી, ૨૮ મૂળગુણનું પાલન તે સમ્યક ચારિત્ર નથી, તે બધો વ્યવહાર છે.
અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે પરીક્ષા કરી દેવાદિની આજ્ઞાને માને તે સમ્યકત્વી છે. જેમ વેપારી ચીજ લેવા જતાં પરીક્ષા કરે છે તેમ અહીં ઉપાદાન નિમિત્ત, સ્વભાવ-વિભાવ, દ્રવ્ય-ગુણ-પર્યાય આદિનું સ્વરૂપ સમજીને પરીક્ષા કરવી જોઈએ. ભાન વિના મુનિપણું લઈને શુક્લલેશ્યા કરીને જીવ નવમી રૈવેયકે ગયેલ છે, છતાં ધર્મ થયો નથી; ને આત્માનું ભાન કરે તો દેડકું પણ સમ્યગ્દર્શન પામી શકે છે. જ્ઞાની પોતાની શક્તિ અનુસાર ત્યાગ તપ કરે છે; હુઠ કરે તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. જો મોક્ષમાર્ગની ઓળખાણ થાય તો તે મિથ્યાષ્ટિ રહે જ નહિ. પરંતુ મુનિનું સાચું સ્વરૂપ ન જાણે તો સાચી ભક્તિ કયાંથી હોય? ન જ હોય.
સોનું કસોટી કરીને લે છે, તેમ કસોટી કરવી જોઈએ. ધર્મમાં કસોટી ન કરે તો ન ચાલે. સાચા મુનિના અંતરની પરીક્ષા અજ્ઞાની કરતો નથી ને વ્યવહારથી તથા શુભ ક્રિયાથી પરીક્ષા કરી, તેની સેવાથી ભલું જાણે છે; પણ પરની સેવાથી ભલું થતું નથી, પરની સેવાનો ભાવ પુણ્ય છે, ધર્મ નથી. અજ્ઞાની જીવ તેમાં ભલું માની સેવા કરે છે. ગુરુની ભક્તિ અનુરાગી થઈને કરે છે. એ પ્રમાણે તેની ગુરુભક્તિનું સ્વરૂપ કહ્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com