________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૧૨૧ યથાર્થ નથી. ઘણીવાર જીવે એવા ઉપવાસાદિ કરેલ છે. ટાઢ તડકા સહન કરવા તે મુનિપણું નથી. અંતરનો અનુભવ તે મુનિપણું છે. તેની પરીક્ષા અજ્ઞાની કરતો નથી. વળી કોઈ મુનિ અતિ તીવ્ર ક્રોધાદિ કરે તે તો વ્યવહારાભાસમાં પણ આવતો નથી; પણ કોઈ મુનિ બાહ્ય ક્ષમાભાવ રાખે ને તેના વડે પરીક્ષા કરે તો તે પણ સાચી પરીક્ષા નથી. બીજાને ઉપદેશ આપે તે મુનિનું લક્ષણ નથી. ઉપદેશ તો જડની ક્રિયા છે, આત્મા તે કરી શકતો નથી. આવાં બાહ્ય લક્ષણોથી મુનિની પરીક્ષા કરે છે તે યથાર્થ નથી. પરમહંસાદિમાં પણ આવા ગુણો હોય છે. દયા પાળે, ઉપવાસાદિ કરે-એ લક્ષણો તો મિથ્યાષ્ટિમાં પણ હોય છે. એવા પુણ્ય પરિણામ તો જૈન મિથ્યાષ્ટિ મુનિઓમાં તથા અન્યમતિઓમાં પણ માલૂમ પડે છે. માટે તેમાં અતિવ્યામિ દોષ આવે છે. અતિવ્યાતિ, અવ્યાતિ ને અસંભવ દોષ રહિત પરીક્ષા ના કરે તે જીવ મિથ્યાદષ્ટિ છે. શુભભાવ વડે સાચી પરીક્ષા થાય નહિ.
ક્રોધાદિ પરિણામ ટાળવા તે આત્માશ્રિત છે. શુદ્ધ પરિણામ, શુભ પરિણામ ને જડના પરિણામ-એમ ત્રણેની સ્વતંત્રતાની ખબર અજ્ઞાનીને નથી. સુધા જડની પર્યાય છે. અંતર સહનશીલતાના પરિણામ થાય છે તે જીવાશ્રિત છે. સુધાનું વેદન જીવને નથી. અજ્ઞાની માને છે કે મને ક્ષુધા લાગી. વિભાવ પરિણામ જીવના છે. સમ્યકત્વીને પણ વિભાવ પરિણામ આવે છે. તે સમજે છે કે મારી નબળાઈને કારણે તે આવે છે. પરને લીધે આવતા નથી. કોઈ જીવ પરની દયા પાળે છે; તે કથનમાં પરના શરીરની ક્રિયા જડને આશ્રિત છે, ને પોતામાં અનુકંપાના પરિણામ થયા તે જીવાશ્રિત છે. પરિગ્રહ ન આવવો તે જડને આશ્રિત છે તે રાગમંદતા થવી તે જીવાશ્રિત છે-આમ જીવ-આશ્રિત ભાવ ને પુદગલ આશ્રિત ભાવની જેને ખબર નથી તે મિથ્યાદષ્ટિ છે.
ઉપવાસમાં રાગમંદતા થવી તે જીવને આશ્રિત છે ને ખાવાના પદાર્થો ન આવવા તે જડને આશ્રિત છે; ક્રોધના પરિણામ થવા તે જીવને આશ્રિત છે ને લાલ આંખ થવી તે જડને આશ્રિત છે; ઉપદેશવાક્યો જડને આશ્રિત છે ને ઉપદેશ દેવાનો ભાવ જીવને આશ્રિત છે–આમ બન્નેના ભેદજ્ઞાનની ખબર નથી, તે સાચી પરીક્ષા કરી શકતો નથી. ચૈતન્ય ને જડ અસમાનજાતિપર્યાય છે. જડની પર્યાય મારાથી થાય છે-એમ અજ્ઞાની માને છે, તે અસમાનજાતિ મુનિપર્યાયમાં એકત્વબુદ્ધિથી મિથ્યાદષ્ટિ જ રહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com