________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો એવો નહિ લેવાનો ભાવ, તે શુભભાવ છે, તે ધર્મ નથી. મુનિને નિશ્ચય ને વ્યવહાર બને હોય છે. ચોથા ગુણસ્થાનથી નિશ્ચય ને વ્યવહાર બને હોય છેશ્રાવકને વ્યવહાર હોય છે ને મુનિને નિશ્ચય હોય છે–એમ અજ્ઞાની માને છે, પણ તે ભૂલ છે. દેહ, મન, વાણીથી રહિત અને રાગથી પણ રહિત આત્મામાં નિર્વિકલ્પ અનુભવ સહિત પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે ને જે રાગ આવે છે તે વ્યવહાર છે. બન્નેનું જ્ઞાન હોવું જોઈએ. અજ્ઞાની જીવ દયા પાળવાના પરિણામથી ને નિર્દોષ આહારથી મુનિપણાની પરીક્ષા કરે છે, પણ તે બરાબર નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મુનિપણું છે. બહારથી પરીક્ષા કરવી તે યથાર્થ નથી. પરીક્ષા વિના માનવું તે અજ્ઞાન છે. નિશ્ચય ને વ્યવહારના ભાન વિના સમ્યગ્દર્શન નથી, સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન વિના ચારિત્ર ને ધ્યાન નથી, ધ્યાન વિના કેવળજ્ઞાન નથી.
તીર્થકર દેવ કહે છે કે પરીક્ષા કર્યા વિના માનવું તે મિથ્યાપણું છે. અહીં તો સાચા મુનિની વાત છે. ભાવલિંગી મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ ઉઠે છે તે ચારિત્રનો દોષ છે, આસ્રવ છે. શુદ્ધ આહાર નહીં હોવા છતાં શુદ્ધ આહાર છે એમ બોલવું તે જૂઠું છે. મુનિને ખ્યાલ આવે કે દોષવાળો આહાર છે, તો લે નહિ. અશુભથી નિવૃત્તિ તે વ્યવહાર ગુતિ છે. વ્યવહાર ગુતિ આસ્રવ છે; ને નિશ્ચય ગુતિ સંવર છે, એમ બરાબર સમજવું જોઈએ. કોઈ કહે કે નિશ્ચય સમ્યગ્દર્શન સાતમા ગુણસ્થાને હોય છે તો તે ભૂલ છે. નિશ્ચય સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનથી હોય છે. ત્યાર પછી મુનિપણું આવે છે. મુનિ પાંચ સમિતિનું પાલન કરે છે. વળી બ્રહ્મચર્યથી મુનિની પરીક્ષા કરે તો તે પણ સાચી પરીક્ષા નથી. બ્રહ્મચર્યનું પાલન કરી જીવ અનંતવાર નવમી રૈવેયક ગયેલ છે.
વ્રતના બે ભેદ છે-એક નિશ્ચયવ્રત છે ને બીજું વ્યવહાર વ્રત છે. પોતાના સ્વભાવને ચૂકી પાંચ મહાવ્રતના પરિણામ આવે તે નિશ્ચયથી હિંસા છે; પણ આત્માનું ભાન હોય તેના અહિંસાના શુભભાવને વ્યવહારથી અહિંસા કહે છે. અમારા મુનિ ધન આદિ રાખતા નથી, વસ્ત્ર રાખતા નથી, પોતાના માટે વેચાતું પુસ્તક લે નહિ, એવા પરિણામ પણ આસ્રવ છે. તેના વડે મુનિની પરીક્ષા કરે તો તે પરીક્ષા સાચી નથી.
વળી ઉપવાસ, અભિગ્રહ કે નિયમથી મુનિની પરીક્ષા કરે તો તે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com