________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૨૫
હોવું જોઈએ. શરીર જડ છે, તે આત્માથી ચાલતું નથી. શરીર આત્માથી પૃથક્ છે તો તેની ક્રિયા પણ પૃથક્ છે-આમ અનેકાંત દ્વારા જ્ઞાની શાસ્ત્રની ઓળખાણ કરે છે. શરીરમાં રોગ આવે તે જડની પર્યાય છે, દ્વેષ થવો તે આસ્રવ છે, જડની પર્યાયમાં આસવનો અભાવ ને આસવમાં જડનો અભાવ છે. એમ માને તે અનેકાંત છે. હું જીવ છું અને બીજા અનંતા જીવોને અનંતાનંત પુદ્દગલો તે હું નથી એટલે કે મારી પર્યાય ૫૨થી નથી ને પરની પર્યાય મારાથી નથી, એમ અનેકાંત છે. અજ્ઞાની માને છે કે ૫૨ જીવ બચે છે તો મને પુણ્ય થાય છે ને મને શુભભાવ થયો તો પ૨જીવ બચ્યો, પણ એમ માનવાથી અનેકાંત રહેતું નથી. ૫૨ જીવની પર્યાય ૫૨માં છે ને શુભભાવ સ્વતંત્ર તારામાં છે,-બન્નેને સ્વતંત્ર સમજવા જોઈએ. ભગવાનની પ્રતિમાને લીધે શુભભાવ માને તો એકાંત થઈ જાય છે. શુભભાવ થયો માટે મંદિર થયું તો એકાંત થઈ જાય છે. જૈનશાસ્ત્ર સાત તત્ત્વોને પૃથક્પણ બતાવે છે. જીવ છે તો અજીવ છે,-એમ નથી. શુભ પરિણામ છે તો અજીવની પર્યાય થાય છે-એમ નથી. પાપનાં પરિણામ થયાં તો પ૨ જીવ મરી ગયો,–એમ નથી. પાપ પરિણામ જીવમાં થાય છે ને ૫૨ જીવ જુદો છે એમ સ્વતંત્ર છે. ઉમાસ્વામી મહારાજ સાત તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. જીવમાં અજીવાદિ છ તત્ત્વોનો અભાવ છે. અજીવમાં જીવાદિ છ તત્ત્વોનો અભાવ છે. પાપ પરિણામ પોતાથી થાય છે ને ૫૨ જીવ મરે છે તે તેના કારણે મરે છે. વળી શુભાશુભરહિત પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રયે પ્રગટતી સંવર પર્યાય શુદ્ધ છે. પુણ્યથી સંવર માને તો આસ્રવ ને સંવર એક થઈ જાય. આવી પરીક્ષા કર્યા વિના શાસ્ત્રની ભક્તિ કરે તો પુણ્ય છે. તેનાથી જન્મ-મરણનો અંત આવતો નથી. એકમાં બીજું તત્ત્વ નથી. હું ત્રિકાળી જ્ઞાયકતત્ત્વ છું ને સંવર-નિર્જરા પર્યાય છે. ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય નથી ને પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય નથી–એમ સમજવું જોઈએ.
નિમિત્તને લીધે નૈમિત્તિક નથી; શાસ્ત્રને લીધે જ્ઞાન થયું-એમ નથી; ને જ્ઞાન થયું માટે શાસ્ત્રને આવવું પડયું એમ પણ નથી. બન્ને પર્યાય ભિન્ન-ભિન્ન છે, એકમાં બીજાનો અભાવ છે. આવી પરીક્ષા નથી ને સમજ્યા વગર શાસ્ત્રની ભક્તિ કરે તો ધર્મ નથી. શાસ્ત્રનું લક્ષણ દયા, વૈરાગ્ય વગેરે માનતાં અતિવ્યાપ્તિ દોષ આવે છે; કારણ કે તેવા પરિણામ કરવાનું તો અન્યમતનાં શાસ્ત્રમાં પણ કહ્યું છે. અનેકાંતરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ તે શાસ્ત્રનું લક્ષણ છે.
વળી દિવ્યધ્વનિમાં તથા શાસ્ત્રમાં સાચો રત્નત્રય મોક્ષમાર્ગ કહ્યો છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com