________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૨૪ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
દયા પાળવી જોઈએ, પણ તે ભૂલ છે. જગત્કર્તા ઈશ્વરની માન્યતાવાળો જીવ જેમ મિથ્યાદષ્ટિ છે, તેમ ૫૨ જીવોની પર્યાય પોતાના શુભરાગને આધીન છે એમ માનના૨ ૫૨ની પર્યાયનો કર્તા થાય છે, તે જગત્કર્તા ઈશ્વર છે એવી માન્યતાવાળાની જેમ મિથ્યાદષ્ટિ છે.
કોઈ પ્રશ્ન કરે કે-જોઈને ચાલવાનું કહ્યું છે ને? તો કહે છે કે શરીરની પર્યાય મારાથી થાય છે એમ માનવું તે મિથ્યાત્વશલ્ય છે. જડની પર્યાય જડથી થાય છે છતાં આત્માના ધ્યાનપૂર્વક શરીરની ક્રિયા આવી કરું તથા આમ શરીરને રાખું તો જીવ બચે તેમ માનના૨ જૈન નથી. જો આત્માની ઈચ્છાથી શરીરમાં કામ થતું હોય તો શરીરમાં રોગ કેમ આવે છે? આત્માની ઈચ્છાથી શરીરની ક્રિયા થતી હોય તો તે પરાધીન થઈ જાય. કોઈ પદાર્થ બીજા પદાર્થની ક્રિયા કરી શકતો નથી. પોતાના જ્ઞાનાનંદસ્વભાવના ભાનપૂર્વક રાગ થવા ન દેવો ને રાગરહિત લીનતા કરવી તે અહિંસા ને દયા છે; અને એવા ભાનપૂર્વક બીજા પ્રાણીને દુઃખ ન દેવાનો ભાવ તે વ્યવહાર દયા છે, તે પુણ્ય આસ્રવ છે. આત્મા ૫૨ જીવની પર્યાયનો તથા શરીર, મન, વાણીની પર્યાયનો કર્તા નથી. જો જડની ક્રિયા આત્માથી થાય તો જડના દ્રવ્ય તથા ગુણે શું કર્યું? જગતને અનેકાંત તત્ત્વની ખબર નથી. આત્મામાં જડ નથી ને જડમાં આત્મા નથી;-આમ અનેકાંતની ખબર નથી ને બહારમાં દયા માને છે તે મિથ્યાદિષ્ટ છે.
વળી તે કહે છે કે અમારાં શાસ્ત્રમાં ક્ષમા કહી છે; તો અન્યમતનાં શાસ્ત્રમાં પણ ક્ષમા કહી છે. વૈરાગ્ય ને ક્ષમા શાસ્ત્રને ઓળખવાનું લક્ષણ નથી. વળી કહે છે કે અમારા શાસ્ત્રમાં શીલ પાળવાનું તથા સંતોષ રાખવાનું કહ્યું છે, માટે અમારાં શાસ્ત્રો ઊંચા છે, તો તેવા શુભ પરિણામ રાખવાનું અન્યમતનાં શાસ્ત્રમાં પણ કહ્યું છે. માટે તે લક્ષણ સાચું નથી. વળી, આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિનું ગંભીર નિરૂપણ છે, એવી ઉત્કૃષ્ટતા જાણી તેની ભક્તિ કરે છે. હવે જ્યાં અનુમાનાદિનો પ્રવેશ નથી ત્યાં સત્યઅસત્યનો નિર્ણય કેવી રીતે થાય? માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહિ.
જૈન શાસ્ત્રનું સાચું લક્ષણ
અહીં જૈનશાસ્ત્રમાં તો અનેકાંતરૂપ સાચા જીવાદિતત્ત્વોનું નિરૂપણ છે. શરીરમાં આત્માનો અભાવ છે, આત્મામાં શ૨ી૨નો અભાવ છે; કર્મનો આત્મામાં અભાવ છે; આત્માનો કર્મમાં અભાવ છે;–આમ અનેકાંતસ્વરૂપ શાસ્ત્રમાં કહ્યું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com