________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વ્યવહા૨ રત્નત્રય અધૂરી દશામાં આવે છે પણ તે સાચો મોક્ષમાર્ગ નથી. જ્ઞાનસ્વભાવી આત્માની પ્રતીતિ, સ્વસંવેદન જ્ઞાન ને રાગરહિત રમણતાને મોક્ષમાર્ગ કહે છે. જેમ અર્હુતનું લક્ષણ વીતરાગતા ને કેવળજ્ઞાન છે, પણ બાહ્ય સમવસરણાદિ લક્ષણ નથી, તેમ મુનિનું લક્ષણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા છે, પણ નગ્ન શરીર તે સાચું લક્ષણ નથી, તેમ શાસ્ત્રનું લક્ષણ નવતત્ત્વોનું ભિન્નપણું ને સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે, પણ દયાદાનાદિનું પ્રરૂપણ તે શાસ્ત્રનું લક્ષણ નથી.
લક્ષણ તેને કહે છે કે જે તે જે પદાર્થમાં હોય ને બીજે ન હોય. અમારા ભગવાન પાસે દેવો આવે છે તે સાચું લક્ષણ નથી. અનંત ચતુષ્ટય પ્રગટ થયાં તે લક્ષણથી અર્હતની ઓળખાણ થાય છે. કોઈ શાસ્ત્ર કહે કે પહેલો વ્યવહાર આવે છે ને પછી નિશ્ચય આવે છે તો તે શાસ્ત્રનું સાચું લક્ષણ નથી. વ્યવહાર પરિણામ રાગ છે ને નિશ્ચય અરાગ પરિણામ છે. રાગથી અરાગ પરિણામ થયા માને તો એકાંત થઈ જાય. માટે ધવલા, સમયસાર, ઈષ્ટોપદેશ વગેરે સાચાં શાસ્ત્રોમાં એક જ વાત છે. મુનિને ૨૮ મૂળગુણ છે તો આત્માની શુદ્ધતા ટકે છે-એમ નથી. આસ્રવ ને સંવર-નિર્જરા જુદાં જુદાં છે-આમ પરિક્ષા કરવી જોઈએ.
અજ્ઞાની જીવ પરીક્ષા કર્યા વિના શાસ્ત્રને માને છે. આત્માનો મોક્ષમાર્ગ ૫૨થી થતો નથી, તેમજ દયા-દાનાદિથી થતો નથી શુદ્ધ ચિદાનંદ આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને લીનતાથી મોક્ષમાર્ગ થાય છે. સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ બતાવે તે શાસ્ત્રનું સાચું લક્ષણ છે. ચારે અનુયોગ એમ બતાવે છે કે એક તત્ત્વને લીધે બીજું તત્ત્વ નથી, વ્યવહારથી નિશ્ચય નથી ને નિશ્ચયથી વ્યવહાર નથી-એમ જે માનતો નથી તે શાસ્ત્રનો ભક્ત નથી. કુંભાર આવે તો ઘડો થાય એમ માનનાર મિથ્યાદષ્ટિ છે. કુંભાર જીવદ્રવ્ય છે, ઘડો પુદ્ગલની અવસ્થા છે, એકને લીધે બીજાની પર્યાય નથી. અનેકાંત રહસ્યથી જૈનશાસ્ત્રની ઉત્કૃષ્ટતાને ઓળખતો નથી તે મિથ્યાદષ્ટિ છે.
માટીમાં ચૂનાની છાંટ હોય તો તે માટીનાં બધાં વાસણ ગરમ કરતાં તૂટી જાય. જેને માટી ને ચૂનાની ભિન્નતાની ઓળખાણ નથી તેનાં વાસણ તૂટી જાય છે. એમ અનેકાંત તત્ત્વોમાં ભૂલ રહી જાય ને એકાંત થઈ જાય તો બધી ભૂલ થાય છે. દેવ, ગુરુ ને શાસ્ત્ર કહે છે કે પ્રત્યેક તત્ત્વ પૃથક્ છે; ને શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com