________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ધર્મી જીવ શ્રદ્ધાનમાં ભગવાનની ભક્તિને બંધનું કારણ માને છે તેથી તેને અંતરમાં અજ્ઞાનીના જેવો ભક્તિમાં અનુરાગ આવતો નથી. હવે બાહ્યમાં કદાચિત જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે. નંદીશ્વરદ્વીપમાં શાશ્વત પ્રતિમા છે, ત્યાં ઇદ્રો નાચી ઊઠે છે. તેઓ એકાવનારી છે. ભગવાનની ભક્તિ કરે છે; પણ જ્ઞાનાનંદ સ્વભાવની દષ્ટિ છૂટતી નથી; છતાં રાગ આવે છે ત્યારે ભક્તિ કરે છે–બાહ્યમાં ઘણી ભક્તિ કરતા દેખાય. રામચંદ્રજીએ પણ વનમાંથી આવ્યા પછી શાંતિનાથ ભગવાનની ભક્તિ કરેલ હતી. જડની ક્રિયા આત્માની ઈચ્છાથી થતી નથી. અજ્ઞાનીને પણ એવો અનુરાગ હોય છે પણ તે ભક્તિને મુક્તિનું કારણ માને છે. એ પ્રમાણે અજ્ઞાનીની દેવભક્તિનું સ્વરૂપ બતાવ્યું.
અજ્ઞાનીની ગુરુભક્તિ હવે તેને ગુરુભક્તિ કેવી હોય છે તે કહીએ છીએ.
કોઈ જીવ આજ્ઞાનુસારી છે તેઓ આ જૈનના સાધુ છે તે અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી-એમ વિચારી તેમની ભક્તિ કરે છે, પણ ગુરુની પરીક્ષા કરતો નથી. જૈનમાં જન્મ્યા માટે ગુરુની ભક્તિ કરે છે તો તે માર્ગ નથી. અન્યમતવાળા પણ પોતાના સંપ્રદાયના ગુરુને માને છે. કુળના હિસાબે ગુરુને માનવાથી ન ચાલે.
હવે કોઈ પરીક્ષા કરે છે કે આ મુનિ દયા પાળે છે, તેમના માટે બનાવેલ આહાર તેઓ લેતા નથી; તો તે સાચી પરીક્ષા નથી. ઉદેશિક આહારમાં છ કાયની હિંસા થાય છે એમ માની તે ન લે તો તે કાંઈ મુનિનું સાચું લક્ષણ નથી. અન્યમતમાં પણ દયા પાળે છે; તો દયા લક્ષણમાં અતિવ્યાતિદોષ આવે છે. અવ્યાતિ, અતિવ્યાતિ ને અસંભવ-એ ત્રણ દોષરહિત લક્ષણ દ્વારા ગુરુને ઓળખવા જોઈએ. જે દયા પાળતા નથી, જે ઉદેશિક આહાર લે છે તેની તો વાત નથી, પણ બાહ્યથી દયા પાળવી તે પણ સાચું લક્ષણ નથી. રાગરહિત આત્માના ભાન વિના બધું વ્યર્થ છે.
મુનિને દયાના પરિણામ આવે છે પણ દયાથી પર જીવ બચતો નથી. સંપ્રદાયની રૂઢિ મુજબ દયાના લક્ષણથી ગુરુ માને તો તે બરાબર નથી. જેના માટે ઉદેશિક આહાર અને તેનો તો વ્યવહાર પણ સાચો નથી, પણ જે બાહ્યથી દયા ને બ્રહ્મચર્યાદિ પાળે છે તેની વાત છે. બાહ્ય બ્રહ્મચર્યથી મુનિનું લક્ષણ માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com