________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૧૭
છે. ધર્મી જીવ ભક્તિના પરિણામને ઉપાદેય માનતો નથી પણ શુદ્ધોપયોગનો ઉધમી રહે છે.
પં. ટોડરમલજી પંચાસ્તિકાય ગાથા ૧૩૬ ની અમૃતચંદ્રાચાર્યની ટીકાનો આધાર આપે છે.
अयं हि स्थूललक्ष्यतया केवलभक्तिप्राधान्यस्याज्ञानिनो भवति । उपरितनभूमिकायामलब्धास्यास्पदस्थानरागनिषेधार्थ तीव्ररागज्वरविनोदार्थं ना कदाचिज्झानि– नोऽपि भवतीति।
અર્થ:- આ ભક્તિ, કેવળ ભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય છે, તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા અસ્થાનનો રાગ નિષેધવા અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.
ભક્તિથી કલ્યાણ થશે એવી માન્યતા સહિત ભક્તિ અજ્ઞાની જીવોને જ હોય છે. જ્ઞાનીને તીવ્ર અશુભરાગ મટાડવા ભક્તિનો શુભરાગ આવે છે; છતાં શુભરાગ ને તે ય સમજે છે.
જ્ઞાની અને અજ્ઞાનીની ભક્તિમાં વિશેષતા
પ્રશ્ન:- જો એમ છે તો જ્ઞાની કરતાં અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે ?
ઉત્ત૨:- જેને સમ્યગ્દર્શન થયું છે, જે પુણ્ય-પાપને હૈય સમજે છે, દેહાદિની ક્રિયાને જ્ઞેય સમજે છે, ચિદાનંદ સ્વભાવને ઉપાદેય સમજે છે એવા ધર્મી જીવને સાચી ભક્તિ હોય છે. મિથ્યાદષ્ટિ જીવ ભક્તિને મુક્તિનું કારણ માને છે; તેથી તેના શ્રદ્ધાનમાં અતિ અનુરાગ છે. ભગવાનની ભક્તિથી સમ્યગ્દર્શન થશે ને મુક્તિ થશે-એમ તે માને છે. સમ્યગ્દર્શન અરાગી પર્યાય છે. રાગની પર્યાયમાંથી અરાગી પર્યાય આવશે ? ના. તેનો નિશ્ચય ખોટો છે માટે વ્યવહાર પણ ખોટો છે. અજ્ઞાની જીવ ભક્તિમાં અતિ અનુરાગ કરે છે. ભક્તિ કરતાં કરતાં કોઈવાર કલ્યાણ થઈ જશે એમ તે માને છે. રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થતું નથી. રાગને હૈય સમજી, આત્માને ઉપાદેય માને તો સમ્યગ્દર્શન થાય છે. શ્રુતજ્ઞાન પ્રમાણ થયા પછી નિશ્ચય ને વ્યવહાર એવા બે નયો હોય છે. નિશ્ચયનું ભાન નથી તેને વ્યવહા૨ાભાસી મિથ્યાદષ્ટિ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com