________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો નથી. મુનિના આહારદાન વખતે શુભરાગ કરે તો પુણ્ય બંધાય છે. ભાવલિંગી સંતને નિર્દોષ આહાર આપે, તેના માટે વેચાતું ન લાવે, ઉદેશિક આહાર ન આપે ને ભક્તિસહિત વિધિપૂર્વક આપે તો પુણ્યથી જુગલિયામાં અવતાર મળે છે. દેવની ભક્તિ કે સંતની ભક્તિ તે મુક્તિનું કારણ નથી. જેમ ભગવાન કહે છે તેમ શ્રદ્ધા કરો, માર્ગમાં ગરબડ ન ચાલે.
ફાગણ સુદ ૧૧ મંગળવાર, તા. ૨૪-ર-પ૩ જ્ઞાનીને જ સાચી ભક્તિ હોય છે સર્વજ્ઞદેવ, નિગ્રંથ ગુરુ ને શાસ્ત્રની ભક્તિને ધર્મી બાહ્ય નિમિત્ત માને છે. મારું સ્વરૂપ રાગરહિત છે-એવા સ્વરૂપમાં કેલિ કરવી તે મોક્ષમાર્ગ છે. અજ્ઞાની બાહ્ય ક્રિયાકાંડ ને પુણ્યથી ધર્મ માને છે. સંપ્રદાયમાં જન્મવાથી જૈન થવાતું નથી, પણ ગુણથી જૈન થવાય છે, જૈન મોહરાગદ્વેષને જીતવાવાળો છે. ધર્મી જીવ
ભક્તિના રાગને ઉપાદેય માનતો નથી; પણ હુંય માને છે. રાગ તે હિતકર્તા નથી. ત્રિલોકનાથની ભક્તિ પણ હેય છે. અશુભથી બચવા શુભ આવે છે તે ઉપદેશનું કથન છે. જ્ઞાની શુભરાગને હેય સમજે છે. તેવા ધર્માજીવના નિશ્ચય ને વ્યવહાર બન્ને સાચા છે. આત્માનું ભાન થયું હોય ને સિદ્ધસમાન અંશે આનંદનો અનુભવ કરતા હોય તો અવિરતિ સમ્યગ્દષ્ટિ છે. છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિની વાત તો અલૌકિક છે. તેઓ અંતર આનંદમાં ઝૂલે છે. ઘડીમાં દેહથી આત્માનો ગોળો છૂટો પડી જાય છે, એવી તેમની દશા હોય છે. અહીં સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દષ્ટિ જીવ રાગને ઉપાદેય માનતો નથી. સાચો જૈન ભક્તિના પરિણામ છોડી શુદ્ધમાં રહેવાનો પ્રયત્ન કરે છે. શુદ્ધમાં ન રહી શકે તો શુભ કરે છે પણ શુભને હેય માને છે.
પુણ્ય ને ધર્મ અને ભિન્ન ચીજ છે. સાત તત્ત્વો છે. ભગવાનની ભક્તિ આસ્રવતત્ત્વ છે. સંવર-નિર્જરા ધર્મ છે. સાત તત્ત્વો પૃથક છે. ચિદાનંદ સ્વભાવના આશ્રયે જે દશા પ્રગટ થાય તે સંવર-નિર્જરા છે. આસ્રવથી સંવર થતો નથી.
ભક્તિથી અથવા પુણ્યથી ધર્મ માને તેને નવતત્ત્વની શ્રદ્ધા નથી. તે અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. અજ્ઞાની જીવ આસ્રવમાં મજા માને છે. આત્મા તો સુંદર આનંદકંદ છે. તેની પર્યાયમાં રાગદ્વેષના પરિણામ થાય તે મેલ છે. અશુભરાગ તો મેલ છે, શુભરાગ પણ મેલ છે. રાગરહિત અંતર પરિણામ થવા તે ધર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com