________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વિના ફળ નથી. નામ પર ચીજ છે. તેનાથી શુભ પરિણામ હોય તો બધાને શુભ પરિણામ થવા જઈએ, પણ તેમ નથી. જે દષ્ટાંત આપેલ છે તેમાં તે સ્થાનાદિકે પોતાના પરિણામમાં કષાયમંદતા કરી છે, તેના ફળમાં સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. નામને લીધે શુભભાવ થતા નથી. કોઈ ભગવાનના સમવસરણમાં ગયો અથવા મંદિરમાં ગયો, પણ ત્યાં દુકાનના અશુભ પરિણામ કરે તો શું ભગવાન તેને પલટાવી દેશે? પોતાના પુરુષાર્થ પૂર્વક શુભભાવ કરે તો ભગવાનને નિમિત્ત કહેવાય છે. અહીં ભગવાનના નામની મુખ્યતા કરી ઉપચારથી કથન કરેલ છે.
વળી કેટલાક અજ્ઞાની એમ માને છે કે ભગવાનનાં નામ લો આરતિ કરો, છત્ર ચડાવો, પૂજા કરો તો રોગનો નાશ થશે, પુત્ર મળશે, પૈસા મળશે, અનુકૂળતા મળશે તો તેમ માનનાર મિથ્યાદષ્ટિ છે. જે અનુકૂળતા મળે છે તે પૂર્વ પુણ્યને લીધે છે. વર્તમાન શુભભાવ કરે તેના કારણે વર્તમાન સંયોગ મળતો નથી. અહીં કોઈ કહે કે ભક્તામરસ્તોત્ર બોલવાથી શ્રી માનતુંગાચાર્યને ૪૮ તાળાં તૂટી ગયા હતાં. તો તેને કહે છે કે તાળાં તે વખતે તૂટવાનાં જ હતાં. શુભ પરિણામને લીધે તાળાં તૂટયાં નથી. તાળા સ્વયં તૂટયાં તો ભક્તામરસ્તોત્રના શુભભાવને નિમિત્ત કહે છે.
સીતાજીના બ્રહ્મચર્યથી અગ્નિ પાણીરૂપે થઈ તે પણ ઉપચારકથન છે. સુકોશલમુનિ બ્રહ્મચારી હતા છતાં વાઘણ ખાય છે-તો કેમ ખાય છે? બ્રહ્મચર્ય બહારમાં કામ કરતું નથી. સીતાજીને પૂર્વ કર્મનો ઉદય આવ્યો તો બ્રહ્મચર્યમાં આરોપ આવ્યો. ગજકુમારમુનિ તો છઠ્ઠા ગુણસ્થાને બિરાજતા મુનિ હુતા, બ્રહ્મચારી હતા છતાં અગ્નિનો પરિષહુ કેમ આવ્યો? માટે બ્રહ્મચર્યથી બહારમાં પરિષહ મટતો નથી. અજ્ઞાની જીવ ધનની પ્રાપ્તિ માટે દુકાનના ઉંબરાને અથવા થડાને પગે લાગે છે ને ભગવાનનું નામ લે છે તે મિથ્યાદષ્ટિ છે. પૂર્વના પુણ્યકર્મ અનુસાર સામગ્રી મળે છે ને પાપનો ઉદય હોય તો પ્રતિકૂળ સામગ્રી મળે છે.
કોઈ પંડિત કહે છે કે જીવના વર્તમાન ડહાપણને લીધે અનુકૂળ સામગ્રી મળે છે, પણ તે ભૂલ છે. સામગ્રી તો સામગ્રીના કારણે મળે છે. તેમાં વર્તમાન ડહાપણ નિમિત્ત નથી પણ પૂર્વ પુણ્ય નિમિત્ત છે. ભગવાનના નામને લીધે સામગ્રી આવતી હોય તો ભગવાન જડના કર્તા થઈ જાય, પણ એમ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com