________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૧૫ સામગ્રી પોતાના કારણે આવે છે તેમાં કર્મ નિમિત્ત છે એમ બતાવવું છે. ભગવાનને સામગ્રી આપનાર માને તે વ્યવહારાભાસી છે. વળી અહંતની સ્તુતિ કરવાથી પૂર્વ પાપકર્મનું સંક્રમણ થઈને પુણ્યરૂપ થઈ જાય છે, ને તેના નિમિત્તે સામગ્રી મળે છે, તેથી ભગવાનની સ્તુતિ ઉપર તેવો આરોપ આવે છે.
સ્તુતિમાં આવે કે “હે પ્રભુ! મને તારો,' તે નિમિત્તનું કથન છે. “તારામાં જ્ઞાનાનંદ શક્તિ ભરેલી પડી છે. તું તારાથી તરીશ.'—એમ ભગવાન કહે છે. જે પોતાથી તરે છે તેને ભગવાન નિમિત્ત કહેવાય. સીમંધર ભગવાન વર્તમાન બિરાજે છે; તેનાથી તરતા હોય તો મહાવિદેહમાં બધા તરી જવા જોઈએ, પણ એમ બનતું નથી. જે જીવ પહેલેથી સંસાર પ્રયોજન અર્થે ભક્તિ કરે છે તે પાપી છે. પૂજા કરવાથી અનિષ્ટ જાય ને ઈષ્ટ મળે-એમ માનનાર મિથ્યાદષ્ટિ તો છે જ તથા અશુભ પરિણામી પણ છે. મંદિર કરવાથી ને પૂજા કરવાથી પુત્ર મળશે એમ માનનારને મિથ્યાત્વસહિત પાપ લાગે છે પોતામાં કષાયમંદતા કરે તો પૂર્વનાં પાપકર્મ સંક્રમણ થાય, પણ આકાંક્ષાવાળાને સંક્રમણ થશે નહિ. તેથી તેનું કાર્ય સિદ્ધ થતું નથી.
ભગવાનની ભક્તિથી મોક્ષ થશે એમ માને છે તે મિથ્યાદષ્ટિ છે. ભગવાનની ભક્તિમાં જ તલ્લીન થાય છે પણ પોતાના જ્ઞાનસ્વભાવને ધ્યેય કરતો નથી, તેને મોક્ષ થતો નથી, અજ્ઞાની જીવ ભક્તિમાં અતિ અનુરાગ કરે છે. ભગવાનને કહે છે કે “હે પ્રભુ! હવે તો તારો !” એનો અર્થ એમ થયો કે અત્યાર સુધી ભગવાને ડુબાડયા ને ભગવાનને હજી સુધી તારતા આવડવું નહિ; પણ તે વાત મિથ્યા છે. પોતાના કારણે જીવ રખડે છે ને તરે છે. ભક્તિને લીધે મોક્ષ માને તો અન્યમતીની જેવી દષ્ટિ થઈ. આત્માનું ભાન થયું છે તેવા જીવને શુભરાગનો વ્યય થઈ શુદ્ધદશા થશે ત્યારે મોક્ષ થશે. તેથી ધર્મી જીવના શુભરાગને મોક્ષનું પરંપરાકારણ કહ્યું છે. અજ્ઞાની જીવ ભક્તિથી સમ્યગ્દર્શન માને છે તે ભૂલ છે. ભક્તિ તો બંધમાર્ગ છે ને સમ્યગ્દર્શનાદિ મુક્તિનો માર્ગ છે. બંધમાર્ગને મુક્તિમાર્ગ માનવો તે મિથ્યાત્વ છે. જીવોએ સાચો નિર્ણય કરવો જોઈએ. ધર્મી જીવને ભક્તિનો શુભરાગ આવે છે પણ તેને તે મુક્તિનું કારણ માનતો નથી. ભગવાનની ભક્તિ રાગ છે, વિકાર છે, પુણ્ય છે, ઉપાધિ છે; તેથી તો બંધ થાય છે.
પોતાના કારણે શુભભાવ કરે તો પુણ્ય બંધાય પણ તે મોક્ષનું કારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com