________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મુનિરાજ પાસે સિંહ અને હરણ ભેગાં બેસે, ત્યાં કાંઈ મુનિના અહિંસાભાવના કારણે તે નથી, કેમકે ભાવલિંગી અહિંસક મુનિ હોય ને સિંહ આવીને તેના શરીરને ખાઈ જાય, માટે બહારના સંયોગ ઉપરથી ગુણની ઓળખાણ થતી નથી. આત્માના ગુણ કયા છે, ને પુણ્યનું કાર્ય કર્યું છે? તેને જુદું જુદું જાણવું જોઈએ.
ફાગણ સુદ ૯ રવિવાર તા. ૨૨-૨-૫૩ વળી ભગવાન કેવળજ્ઞાનથી લોકાલોકને જાણે છે એમ માને છે, પણ કેવળજ્ઞાન શું છે તે ઓળખતો નથી. વળી શરીર અને આત્માના સંયોગરૂપ પર્યાયને જ જાણે છે, પણ જીવ-અજીવને ભિન્ન ભિન્ન જાણતો નથી, તે મિથ્યાષ્ટિ છે. વળી ભગવાન એકલા લોકાલોકને એટલે કે પરને જ જાણે એમ માને છે, પણ તેમાં આત્મા તો આવ્યો નહિ. નિશ્ચયથી પોતાના આત્માને જાણતાં તેમાં લોકાલોક વ્યવહારથી જણાઈ જાય છે, તેની અજ્ઞાનીને ખબર નથી. આત્મા અને શરીર તો અસમાનજાતિ છે એટલે કે ભિન્ન ભિન્ન જાતિ છે; તેને ભિન્ન ભિન્ન ઓળખતો નથી તેને મિથ્યાત્વ છે. વળી કર્મ અને આત્મા પણ અસમાનજાતિ છે, છતાં કર્મના ક્ષયોપશમને લીધે જીવમાં જ્ઞાનનો ઉઘાડ થાય-એમ માને છે તે પણ મિથ્યાદષ્ટિ છે. કેવળજ્ઞાન વગેરે તો આત્માની પર્યાય છે. પુણ્યનો ઉદય અને પરમ ઔદારિક શરીર તે જીવથી ભિન્ન ચીજ છે.
પ્રશ્ન- તીર્થંકરપ્રકૃત્તિ પણ જીવથી થઈ છે ને?
ઉત્તર:- ના વર્તમાનમાં કેવળજ્ઞાન અને વીતરાગતા છે, તેના કારણે કાંઈ તીર્થંકરપ્રકૃતિ નથી; તીર્થંકરપ્રકૃતિ આત્માના ગુણનું ફળ નથી; અને પૂર્વે તીર્થંકરપ્રકૃતિ બંધાણી તે વખતે જીવનો રાગભાવ નિમિત્ત હતો, પણ તીર્થંકરપ્રકૃતિ પોતે તો જડ છે. આત્માને કારણે તે પ્રકૃતિ માને તો તેને જડ-ચેતનની ભિન્નતાનું ભાન નથી, તે અરિહંતને ઓળખતો નથી. ભલે અરિહંતના જાપ અને ભક્તિનો શુભભાવ કરે તો પુણ્ય બાંધે પણ તેને ધર્મ થાય નહિ.
કેવળજ્ઞાનના કારણે દિવ્યધ્વનિ ખરતો નથી જીવ અને શરીર જુદાં કયારે માન્યાં કહેવાય? જીવના કારણે શરીર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com