________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પોતાને ધર્મ માને છે તે જીવ અભૂતાર્થ ધર્મને સાધે છે, તે પણ વ્યવહારાભાસી છે.
વળી કોઈ જીવો એવા હોય છે કે જેમને કંઈક તો કુળદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક ધર્મબુદ્ધિ પણ છે, તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઈક આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે. વ્યવહાર રત્નત્રય તે આસ્રવ છે; અરિહંતનું મહાનપણું બહારના
વૈભવથી નહિ પણ વીતરાગી વિજ્ઞાનથી છે વળી કોઈ ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે, પરંતુ નિશ્ચયધર્મને જાણતા નથી. તેથી તેઓ પણ અભૂતાર્થ ધર્મને એટલે કે રાગને જ સાધે છે. વ્યવહાર સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રનો શુભરાગ છે તેને જ મોક્ષમાર્ગ જાણીને સેવે છે; પણ ખરેખર તે મોક્ષમાર્ગ નથી. વ્યવહારરત્નત્રય તે આસ્રવ છે, પણ અજ્ઞાની તેને મોક્ષમાર્ગ માને છે. વળી દેવ-ગુરુ-ધર્મની પ્રતીતિને શાસ્ત્રોમાં સમ્યકત્વ કહ્યું છે, તેથી તે જીવી અરિહંતદેવ-નિગ્રંથગુરુ તથા જૈનશાસ્ત્ર સિવાય બીજાને વંદનાદિ કરતો નથી, કુદેવકુગુરુ-કુશાસ્ત્રને માનતો નથી, પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને પરીક્ષા કરીને પોતે ઓળખતો નથી. તત્ત્વજ્ઞાનપૂર્વક યથાર્થ પરીક્ષા કરે તો મિથ્યાત્વ રહે નહિ. અજ્ઞાની માત્ર બાહ્ય શરીરાદિ લક્ષણો વડે જ પરીક્ષા કરે છે, પણ તત્ત્વજ્ઞાનપૂર્વક સર્વજ્ઞને ઓળખતો નથી. ભગવાનને પણ પરીક્ષા કરીને ઓળખવા જોઈએ. સમન્તભદ્રાચાર્ય પણ સર્વજ્ઞની પરીક્ષા કરીને આપ્તમીમાંસામાં કહે છે કે હે નાથ !
देवागमनभोयानचामरादिविभूतयः।
मायाविष्वपि दश्यंते नातस्त्वमसि नो महान्।। દેવો આવે, આકાશમાં ગમન થાય, ચામર ઢાળે, સમવસરણ રચાય–તે તો બધું માયાવી દેવને પણ થતું દેખાય છે, માટે તેટલાથી જ આપ મહાન નથી; પણ સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે આપના ગુણોની ઓળખાણ કરીને અમે આપને મહાન અને પૂજ્ય માનીએ છીએ, માટે તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરવી જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com