________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૧૦૭
સમજતો નથી. દિગંબર સંપ્રદાયમાં પણ જે તત્ત્વનો નિર્ણય કરતો નથી ને દેવપૂજા, શાસ્ત્રનું વાંચન વગેરેમાં જ ધર્મ માની લે છે તે વ્યવહા૨ાભાસી છે.
ભગવાનના દર્શન કરવા જાય ત્યાં પોતે મંદરાગ કરે તો પુણ્ય થાય. ભગવાન કાંઈ આ જીવને શુભભાવ કરાવતા નથી. કર્મને કારણે વિકાર થાય-એ વાત તો તદ્દન જૂઠી છે ‘આત્માના દ્રવ્ય-ગુણમાં વિકાર નથી, તો પર્યાયમાં ક્યાંથી આવ્યો ? પર્યાયમાં કર્મે વિકા૨ કરાવ્યો'–એમ અજ્ઞાની કહે છે પણ તે જૂઠ છે. વિકાર થયો તે જીવની પર્યાયમાં પોતાના અપરાધથી જ થયો છે. દ્રવ્ય-ગુણમાં વિકાર નથી પણ પર્યાયમાં તેવો ધર્મ છે. તે પર્યાય પણ જીવનું સ્વતત્ત્વ છે. ઔયિકાદિ પાંચે ભાવો જીવનું સ્વતત્ત્વ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કેઃ
औपशमिकक्षायिकौ
भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ।
વિચાર તો કરો કે પૂર્વે અનંત અનંત કાળ રખડવામાં ગયો; તો વસ્તુસ્વરૂપ શું છે? શુભભાવ કર્યા, વ્રત-તપ કર્યા, છતાં રખડયો,–તો શું બાકી રહ્યું ? હું પુણ્યપાપરહિત જ્ઞાયક ચિદાનંદમૂર્તિ છું એવી દષ્ટિથી ધર્મનો પ્રારંભ થાય છે.
શ્રી સમયસારમાં કહ્યું છે કે
वि होदि अप्पमतो ण पमतो जाणओ दु जो भावो । एवं भणति सुद्ध णाश्रो जो सो उ सो चेव ।। ६ ।।
આવા જ્ઞાયક સ્વભાવની પહેલાં ઓળખાણ કરવી તે અપૂર્વ ધર્મની શરૂઆત છે. નિમિત્તથી ધર્મ માને તેને નિમિત્તથી ભેદજ્ઞાન નથી. રાગથી ધર્મ માને તેને કષાયથી ભેદજ્ઞાન નથી, તેને ધર્મ થાય નહિ. જૈનકુળમાં જન્મ્યો તેથી કાંઈ ધર્મ થઈ જાય નહિ. કુળપરંપરા તે કાંઈ ધર્મ નથી. પુત્ર કે પૈસાના હેતુથી ભગવાનને માને તો તેમાં પણ પાપ જ છે. કુર્દવાદિને માને તે તો મિથ્યાદષ્ટિ છે. ઉપરથી ઇંદ્ર ઊતરે તો પણ ધર્મી જીવ કહે છે તે મારું કાંઈ કરવા સમર્થ નથી. ઇંદ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈપણ ફેરફાર કરવા સમર્થ નથી. જે કાળે સર્વજ્ઞદેવે જે જોયું તેમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આમ જાણે તે કોઈ કુદેવ-દેવલાને માને નહિ. આત્માના ૫રમાર્થ સ્વભાવને તો અજ્ઞાની જાણતો નથી ને અભૂતાર્થ ધર્મને સાધે છે એટલે કે રાગને ધર્મ માને છે. વ્યવહાર તો અભૂતાર્થ છે ને શુદ્ધનય ભૂતાર્થ છે. ભૃતાર્થ આત્મસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન છે. તેને જે જાણતો નથી ને કષાયની મંદતા કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com