________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૧૦૩
અજ્ઞાની માને છે કે ભગવાનની સ્તુતિથી પૈસા ને અનાજ મળશે તો તેમ માનનાર મૂઢ છે. તેને ભગવાનના સ્વરૂપની ખબર નથી. સર્વજ્ઞ છે, તે કોઈને પૈસા લેતા–દેતા નથી. વળી તે જીવ કોઈવાર ક્ષેત્રપાળ, ચક્રેશ્વરી, અંબાજી, ભવાની વગેરેને પગે લાગવા મંડી જાય છે. ભગવાનના કુળદેવ છે એમ કહીને કુળદેવને માને છે, કુગુરુ-કુશાસ્ત્રને માને છે. કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર તથા તેના માનવાવાળાનો ત્યાગ કરવો જોઈએ. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની અજ્ઞાનીને ખબર નથી. વળી તે દાન આપે છે તો પાત્ર-અપાત્રના વિચાર રહિત દાન આપે છે. પચાસ હજાર રૂપિયા આપશું તો આબરૂ વધશે ને મકાનમાં તખતી નખાશે, એમ માન માટે દાન આપે તો તે પાપી છે. પરીક્ષા વિના પ્રશંસા માટે જે દાન આપે તે મિથ્યાદષ્ટિ પાપી છે. લાજ માટે ધર્મ કરે, ખોરાક માટે ધર્મ કરે તે મિથ્યાદષ્ટિ છે.
*
ફાગણ સુદ ૭ શુક્રવાર તા. ૨૦-૨-૫૩
શ્રીમદ્દ રાજચંદ્રજીને નાની ઉંમરથી જાતિસ્મરણ જ્ઞાન હતું, તેઓ તત્ત્વજ્ઞાની હતા. તેમણે ‘ આત્મસિદ્ધિ' ૨૯ વર્ષની ઉંમરે બનાવી છે. તેઓ કહે છે કે
"
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન,
ગ્રહે નહિ ૫૨માર્થને, લેવા લૌકિક માન.’
લૌકિક માન લેવા માટે અજ્ઞાની જીવ વ્રત ધારણ કરે છે, પણ રાગ રહિત ને જડની ક્રિયાથી રહિત પોતાનો સ્વભાવ છે તેની ઓળખાણ કરતો નથી ને વ્રત ધારણ કરી અભિમાન કરે છે.
પોતાના સ્વભાવની દૃષ્ટિ પ્રથમ કરવી જોઈએ. દયા-દાનાદિના ભાવ આવે છે પણ જ્ઞાની તેને પુણ્યસ્રવ માને છે. સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને લીનતા થવી તે નિશ્ચય છે ને શુભાગને વ્યવહાર કહે છે. ‘આત્મસિદ્ધિ’ માં કહ્યું છે કે
‘નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહા૨ નહિ, બન્ને સાથ રહેલ. ’
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com