________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૯૭ કહે છે, તે ખરો સંયમ નથી. દેહ, મન, વાણીનું લક્ષ છોડી આત્મામાં એકાગ્ર થવું તે સંયમ છે.
પોતાના રાગરહિત સ્વભાવને પૂજ્ય માનવો તે પૂજા છે ને અંતરમાં પ્રભાવના થઈ તે પ્રભાવના છે. લોકો વ્યવહારથી પ્રભાવના માને છે પણ તે ખરેખર ધર્મ નથી. આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે, શુભાશુભ રાગ થાય છે તે મલિનતા છે; તેથી રહિત આત્માનું ભાન થવું તે ધર્મ છે. લોકો બહારમાં ચમત્કાર માને છે. અન્યમતવાળા પણ ચમત્કાર કરે છે; પણ આત્મા ચૈતન્ય ચમત્કાર છે, એમાં એકાગ્ર થવાથી શાંતિ મળે છે, તે ખરો ચમત્કાર છે. બહારના દેવો ચમત્કાર કરે છે એમ માનનાર જૈન નથી. લક્ષ્મી વગેરેની પ્રાપ્તિ તે ઈષ્ટની પ્રાપ્તિ નથી. શુદ્ધ ચિદાનંદ સ્વભાવ ઈષ્ટ છે, પુણ્ય-પાપ અનિષ્ટ છે. પુણ્ય-પાપ રહિત અંતર લીનતા થવી તે ઈષ્ટ છે.
લોકો બહારથી જૈનપણું માને છે તે ભૂલ છે. દયા, શીલ, સંયમ, પ્રભાવના, ચમત્કાર બધો વ્યવહાર છે; તેનાથી જૈનધર્મની પરીક્ષા નથી. આત્માના ભાનપૂર્વક પરીક્ષા કરવી જોઈએ. વળી તે કહે છે કે અન્યમતમાં એ બરાબર નથી, તેઓ કોઈ વખત દયા પ્રરૂપે છે ત્યારે કોઈ વખત હિંસા પ્રરૂપે છે. તો તેને કહે છે કેઅન્યમતમાં પૂજા, પ્રભાવના, દયા, સંયમ છે. માટે એ લક્ષણથી અતિવ્યાપિપણું હોય છે; તેનાથી સાચી પરીક્ષા થાય નહિ. રાગથી ભિન્ન આત્મા છે એમ આત્માની પરીક્ષા કરવી જોઈએ. તે કેવી રીતે થાય?
દયા, દાન, તપથી સમ્યકત્વ થતું નથી. દયા, દાન, શીલ, તપથી સમ્યકત્વ થાય છે એમ કહ્યું નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાન કરે તો સમ્યગ્દર્શન થાય છે. તે વિનાના બધાં તપ બાળતપ છે. સાચા દેવ-ગુરુશાસ્ત્ર ને જીવાદિ શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે ને તેને યથાર્થ જાણવાથી સમ્યજ્ઞાન થાય છે.
શરીર નીરોગ હોય તો ધર્મ થાય એમ માનનાર મૂઢ છે, તે જડથી ધર્મ માને છે. તેને સાત તત્ત્વની શ્રદ્ધા નથી. શરીરમાં તાવ આવે ત્યારે સામાયિક ક્યાંથી થાય? એમ અજ્ઞાની પૂછે છે. જડની પર્યાયથી ધર્મ થાય છે? ના. શરીરની ગમે તે અવસ્થા હોય, શરીરથી હું જુદો છું એમ ભાન હોય તેને સામાયિક થાય છે. સુકૌશલ મુનિ તથા સુકુમાર મુનિને વાઘણ વગેરે ખાય છે છતાં અંતરમાં સામાયિક વર્તે છે. શરીરની અવસ્થા જડની છે, તે આત્માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com