________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો અવસ્થા નથી. આત્મા શરીરને અડતો નથી. જીવ-અજીવ બને ભિન્ન છે-એમ સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનવાળો માને છે ત્યારથી ધર્મ શરૂ થાય છે. શરીરના કટકા થાય છે માટે દુ:ખ નથી. શરીરને કોઈ કાપી શકતું નથી. અનંતા પરમાણુ પૃથક પૃથક છે. મુનિના શરીરના એક એક પરમાણુ વાઘણના શરીરથી અભાવરૂપ છે. આમ સાત તત્ત્વ પૃથક પૃથક છે–એવી જેને ખબર નથી તેના નિશ્ચય ને વ્યવહાર બન્ને જpઠા છે. ધર્મી જીવ પરને લીધે દુઃખ માનતો નથી. પોતાના કારણે નબળાઈથી દ્રષ થાય છે. આસ્રવ સ્વતંત્ર ને જ્ઞાયક સ્વભાવ સ્વતંત્ર છે એમ જાણે તો ધર્મ થાય.
અજ્ઞાનીને આત્માનું ભાન નથી તેથી તેને કષાયમંદતા હોવા છતાં ખરેખર રાગાદિ ઘટતા નથી. રાગથી ધર્મ માને છે તેની દષ્ટિ પુષ્ય ઉપર છે. તેથી ખરેખર રાગ ઘટતા નથી. આત્મા શુદ્ધ ચિદાનંદ છે, એવી દષ્ટિ થઈ છે તેને જે રાગ મટે છે તે સમ્યક્રચારિત્ર છે. રાગથી ધર્મ મનાવે તે આત્માને માનતો નથી. આત્મા એક સમયમાં પરિપૂર્ણ પરમાત્મા છે એવી દષ્ટિ નથી તેણે આત્માને જાણ્યો નથી. તેણે રાગને માન્યો છે, તેણે કર્મને માન્યા છે, તે અન્યમતી છે. વળી કોઈ કહે કે જૈનધર્મ કર્મપ્રધાન છે પણ તે વાત ખોટી છે. એક સમયમાં પૂર્ણ શક્તિનો ભંડાર આત્મા છે. એવો આત્મા માને તે જૈન છે. વીતરાગી શાસ્ત્રોનો મર્મ આ જ છે.
વળી કોઈ પોતાના બાપદાદાના કારણે જૈનધર્મ ધારે છે, કોઈ મહાન પુરુષને જૈનધર્મમાં પ્રવર્તતા દેખી પોતે પણ વિચારપૂર્વક તેનું રહસ્ય જાણ્યા વિના દેખાદેખીથી તેમાં પ્રવર્તે છે તો તે સાચો જૈન નથી. તે દેખાદેખીથી જૈનધર્મની શુદ્ધઅશુદ્ધ ક્રિયાઓમાં પ્રવર્તે છે, કષાયમંદતા કરે છે, ભક્તિ આદિના પરિણામ કરે છે. અહીં શુદ્ધ-અશુદ્ધનો અર્થ શુભ-અશુભ સમજવો. દયા દાનાદિ પરિણામ દેખાદેખીથી કરે છે. એકે પાંચ હજાર રૂપિયા આપ્યા માટે આપણે પાંચ હજાર આપવા જોઈએ, એમ દેખાદેખીથી દાન કરે છે. તે પરિક્ષા વિના કરે છે, તેને ધર્મ થતો નથી. જૈનધર્મ બાહુબલિની પ્રતિમામાં કે સમ્મદશિખરમાં નથી, તેમ જ શુભાશુભ ભાવમાં પણ જૈનધર્મ નથી. પોતાના આશ્રયે પ્રગટતી શુદ્ધ પર્યાયમાં જૈનધર્મ છે. હા એટલું ખરું કે જૈનમતમાં ગૃહીત મિથ્યાત્વાદિની પાપપ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી, પુણ્યનાં નિમિત્તો ઘણાં છે તથા સાચા મોક્ષમાર્ગનાં કારણ પણ ત્યાં બન્યાં રહે છે, તેથી કુળાદિકથી જૈની છે ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com