________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પૂજા-સ્તવન કરે છે માટે ધર્માત્મા છે એ પરીક્ષા નથી. મોટા મંદિર કરે, પ્રભાવના કરે, પંચકલ્યાણક કરે, તે ધર્મીની પરીક્ષા નથી; તે પુણ્ય પરિણામની વાત છે. જૈન સિવાય અન્યમતમાં પણ એવી વાતો છે. વળી અતિશય-ચમત્કારથી પણ ધર્મની પરીક્ષા નથી. વ્યંતરો પણ ચમત્કાર કરે છે. અમારા ભગવાન દીકરા આપે છે ને ચમત્કાર કરે છે તે પરીક્ષા નથી. જૈનધર્મ પાલન કરશું તો સ્વર્ગ મળશે, પૈસા મળશે એમ માની પરીક્ષા કરે તો તે મિથ્યાષ્ટિ છે. આવા કારણથી જૈનમતને ઉત્તમ જાણી કોઈ પ્રીતિવાન થાય છે, પણ અન્યમતમાં પણ એવાં કાર્યો હોય છે. અન્યમતમાં પણ સંયમ, તપ, ઇંદ્રિયદમન, બ્રહ્મચર્યપાલન કરે છે, માટે તે ખરી પરીક્ષા નથી. તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે, માટે તે ધર્મની પરીક્ષા નથી. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે, પર્યાયમાં વિકાર થાય છે, વિકારમાં પર વસ્તુ નિમિત્ત છે, વિકારરહિત આત્મા શુદ્ધ છે, એવું ભાન થવું તે જૈનધર્મ છે.
પર જીવોની દયા પાળવી વગેરે જૈનધર્મનું સાચું લક્ષણ નથી
પ્રશ્ન- જૈનમાં જેવી પ્રભાવના, સંયમ, તપ વગેરે હોય છે તેવા અન્યમતમાં હોતાં નથી, તેથી ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી.
સમાધાનઃ- એ તો સત્ય છે, પરંતુ પર જીવની દયા પાળવાનું તમે કહો છો તેમ બીજા પણ કહે છે. ખરેખર તો પરની દયા આત્મા પાળી શકતો નથી–એમ સમજવું જોઈએ. આત્મા પરજીવની રક્ષા કરી શકે છે એમ માનનાર જૈન નથી. સ્વભાવના ભાવપૂર્વક પર્યાયમાં રાગ ન થાય તેને દયા કહે છે. અહીં પરીક્ષા કરવાનું કહે છે. પર જીવ તેના આયુષ્યના કારણે જીવે છે ને આયુ પૂર્ણ થવાથી મરે છે, છતાં અજ્ઞાની જીવ પરને બચાવી શકું છું કે મારી શકું છું એમ માને છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે, તે પરનું કાંઈ કરી શકતો નથી. આત્માના ભાનપૂર્વક અરાગ પરિણામ થવા તે નિશ્ચય દયા છે, ને શુભભાવ તે વ્યવહાર દયા છે. શુભભાવ નિશ્ચયથી હિંસા છે. શરીરથી બ્રહ્મચર્યનું પાલન કરવું તે ખરું બ્રહ્મચર્ય નથી એવું બ્રહ્મચર્ય અન્યમતવાળા પણ પાળે છે. આત્મા શુદ્ધ આનંદકંદ છે તેની દષ્ટિ રાખી તેમાં લીનતા કરવી તે બ્રહ્મચર્ય છે. શરીરનું બ્રહ્મચર્ય તે ખરું બ્રહ્મચર્ય નથી. વળી આહાર ન લેવો તેને અજ્ઞાની તપ કહે છે. તે ખરો તપ નથી. અન્યમતવાળા પણ આહાર લેતા નથી. ઈચ્છાનો નિરોધ થવો તે તપ છે. સ્વભાવના ભાનપૂર્વક ઈચ્છાનું અટકી જવું ને જ્ઞાનાનંદનું પ્રતપન થવું તે તપ છે. વળી અજ્ઞાની ઈન્દ્રિયદમનને સંયમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com