________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO]
[શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પ્રતિકૂળતા ટાળવા માગે છે તે જૈનધર્મ નથી. સંયોગ ને રાગની મિથ્યાશ્રદ્ધા છોડવી ને સ્વભાવની શ્રદ્ધા કરવી તે જૈનધર્મ છે.
પ્રશ્ન- હિંસાદિક વડે જે વેપાર આદિ કરીએ છીએ તે કાર્યો ધર્મ-સાધનથી સિદ્ધ કરીએ તો તેમાં બૂરું શું થયું? એથી તો બન્ને પ્રયોજન સધાય છે.
સમાધાન - દીકરા માટે અથવા અનુકૂળ સાધન માટે વિષય-કપાયરૂપ પરિણામ કરે તે પાપ છે, કેમકે જીવ પોતે મમતા કરે છે. કમાવાનો ભાવ તથા કુટુંબની વ્યવસ્થાનો ભાવ તે પાપ છે. પાપકાર્ય અને ધર્મકાર્યનું એક સાધન કરતાં તો પાપ જ થાય. પૌષધ કરશું તો તેના આગલા દિવસે ને પછીના દિવસે જમવાનું મળશે એ ભાવ પાપ છે. સામાયિક, ઉપવાસ, છ-અટ્ટમ-વર્ષીતપ કરવાથી વાસણ મળશે એમ ધારી ઉપવાસ કરે તો તે પાપ જ છે. ઊંધી દષ્ટિ તો છે, ઉપરાંત અશુભ પરિણામ પણ છે.
ધર્મ સાધના માટે ચેત્યાલય બનાવે ને તે જ મંદિરમાં વિકથા કરે, જુગાર રમે, પાને રમે તો તે મહાપાપ છે, તેને ધર્મની ખબર નથી. હિંસાદિ તથા ભોગ માટે જુદું મકાન બનાવે તો બનાવો પણ મંદિરમાં પાનાથી રમવું, જુગાર રમવું વગેરે તો મહાપાપ છે. મંદિરમાં ખોટી દષ્ટિ કરે, ઉપાશ્રય-ધર્મશાળામાં વ્યભિચાર સેવન કરે તે મહા પાપી છે. તેવી રીતે ધર્મનું સાધન પૂજા, દાન, શાસ્ત્ર અભ્યાસ વગેરે છે; તે ધર્મના સાધન વડે આજીવિકારૂપ કાર્ય કરે તો તે પાપી છે. શાસ્ત્રવાંચનથી પૈસા મેળવે તે પાપી છે. માટે તેનું કાર્ય કરવું તે હિત નથી. પોતાની આજીવિકા અર્થે હિંસાદિ વ્યાપાર કરે તો કરો, પરંતુ ભગવાનની પૂજાદિ કરવામાં આજીવિકાનું પ્રયોજન વિચારવું યોગ્ય નથી.
પ્રશ્ન:- જો એ પ્રમાણે છે તો મુનિ પણ ધર્મસાધન અર્થે પરઘર ભોજન કરે છે તથા કોઈ સાધર્મી સાધર્મીનો ઉપકાર કરે-કરાવે છે તે કેમ બને?
ઉત્તર- કોઈ એમ વિચારે કે રોટલા મળશે માટે મુનિ થઈ જવું તો તે પાપી છે. આજીવિકા ખાતર મુનિપણું અથવા પડિમાં ધારણ કરે તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ જીવ ઇન્દ્રપદને પણ તરણા સમાન માને છે. જે જીવ સુરધન, ક્ષેત્રપાળ, દેવ-દેવી, મણિભદ્ર, પદ્માવતી વગેરેને માને છે તે મિથ્યાષ્ટિ છે. ધર્મી જીવ સંયોગોની દષ્ટિ રાખતો નથી. આજીવિકાનું પ્રયોજન વિચારી તે ધર્મ સાધતો નથી. પરંતુ પોતાને ધર્માત્મા જાણી કોઈ સ્વયં ભોજન-ઉપકારાદિ કરે તો તેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com