________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૯૯ વ્યવહારથી કષાયમંદતા છે તેને બીજાની અપેક્ષાએ ભલા કહ્યા છે; પણ આત્માનું ભાન નહિ હોવાના કારણે તે પણ જીવન હારી જશે.
ફાગણ સુદ ૬ ગુરુવાર તા. ૧૯-૨-૧૩
વળી કોઈ સંગતિને લીધે જૈનધર્મ ધારણ કરે છે, પણ જૈનધર્મ શું છે તેનો વિચાર કરતો નથી. માત્ર દેખાદેખીથી શુદ્ધ-અશુદ્ધ ક્રિયારૂપ પ્રવર્તે છે. આત્મભાન વિના માત્ર દેખાદેખીથી પ્રતિમા ધારણ કરે કે મુનિપણું લે તો તે મિથ્યાદષ્ટિ છે, કોઈ એક માસ ઉપવાસ કરે તો પોતે દેખાદેખીથી ઉપવાસ કરે, પણ તેનાથી ધર્મ નથી. હા, એટલું ખરું કે સર્વજ્ઞના પંથમાં જેને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણ છે તેઓને પાપની પ્રવૃત્તિ ઓછી હોય છે. શ્રવણ, જાત્રા, ભક્તિ, પૂજા વગેરે શુભ પરિણામનાં નિમિત્ત હોય છે તે આત્માનાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં નિમિત્ત બની જાય. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનવાવાળા એ અપેક્ષાએ ઠીક છે. બીજા કરતાં વ્યવહાર શ્રદ્ધામાં ઠીક છે, પણ તેને જન્મ-મરણના અંતનો લાભ નથી.
ધન પ્રાપ્તિ આદિ લૌકિક પ્રયોજન અર્થે ધર્મ
ક્રિયા કરે તેને પુણ્ય થતું નથી વળી રોજ સામાયિક પ્રતિક્રમણ કરશું તો ધર્મી ગણાશે અને તેથી આજીવિકા મળશે, એમ કપટ કરે તો મિથ્યાદષ્ટિ છે. ઉપવાસ કરશું તો લોકોમાં મોટાઈ મળશે તેમ માનનાર અજ્ઞાની છે, તેને જૈનધર્મની ખબર નથી. વ્રત ધારણ કરશું તો પૂજ્ય થઈશું, મુનિપણું લેશું તો માન મળશે,-એવી બડાઈ કરે છે તે મિથ્યાષ્ટિ છે. લક્ષ્મી મળશે એવી માન્યતાથી વ્રત-તપ કરે તે જૈનધર્મના રહસ્યને જાણતો નથી. પૈસા ને
સ્વર્ગની ઈચ્છા કરનાર, માન અથવા પદાર્થો મેળવવાની ભાવના કરનાર મિથ્યાષ્ટિ છે. મોટાઈ ખાતર ધર્મક્રિયા કરે તો પાપી છે. પુણ્ય કરશું તો દીકરા ને આબરૂ મળશે. મહાવીરજી તીર્થક્ષેત્રે જઈશું તો પૈસા મળશે તેવી ભાવનાથી જાત્રા કરે તો પાપી છે. ત્યાં કષાય તથા કષાયના ફળની ભાવના છે. તેને જૈનધર્મની ખબર નથી. સંયોગો પૂર્વ કર્મના યોગે મળે છે તેની તેને ખબર નથી; તેમનું તરવું કઠણ છે. ધર્મી સ્વર્ગ કે લક્ષ્મી આદિની આશા રાખતો નથી. સંસારપ્રયોજન સાધે છે તે મોટો અન્યાય કરે છે, પુણ્યનું ફળ આવું મળવું જોઈએ તે મિથ્યાત્વ સહિત નિદાન છે. સમ્યગ્દષ્ટિ એવું નિદાન કરતો નથી. અજ્ઞાની અનુકૂળ સામગ્રીની ભાવના કરે છે ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com