________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
અધિકાર સાતમો ]
જોઈએ. આત્માના ભાનવાળા નિગ્રંથ ગુરુ સાચા ગુરુ છે.
પ્રશ્નઃ- ગોમ્મટસારમાં એમ કહ્યું છે કે–સમ્યગ્દષ્ટિ જીવ અજ્ઞાની ગુરુના નિમિત્તથી જૂઠું શ્રદ્ધાન કરે તો પણ તે આજ્ઞા માનવાથી સમ્યગ્દષ્ટિ જ હોય છે. એ કથન કેવી રીતે કર્યું છે?
[ ૯૫
ઉત્તર:- જે પ્રત્યક્ષ અનુમાનાદિ ગોચર નથી તથા સૂક્ષ્મપણાથી નિર્ણય ન થઈ શકે તેની વાત છે; પણ દેવ, ગુરુ, શાસ્ત્ર તથા જીવાદિતત્ત્વનો નિર્ણય થઈ શકે છે. મૂળભૂત વાતમાં જ્ઞાની પુરુષોના કથનમાં ફેર નથી. જેની મૂળભૂત વાતમાં ફેર હોય તે જ્ઞાની નથી.
જડથી આત્મામાં લાભ થાય, આત્માથી શરીર ચાલે છે-એમ માનનારને સાત તત્ત્વની ખબર નથી. જડની પર્યાય જડથી થાય છે, છતાં આત્માથી થાય છે, એમ માનવું મૂળભૂત ભૂલ છે. પુણ્ય-આસ્રવથી ધર્મ થાય, નિમિત્તથી ઉપાદાનમાં વિલક્ષણતા થાય-એમ માનનારની મૂળભૂત તત્ત્વમાં ભૂલ છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ વગેરે સાત તત્ત્વો સ્વતંત્ર છે, છતાં કર્મથી વિકાર માને, જડની પર્યાય જીવથી થાય માને, અગ્નિથી પાણી ગરમ થાય એમ માને તો સાત તત્ત્વ રહેતાં નથી. અજીવમાં અનંતા પુદગલો સ્વતંત્ર છે, તેમ ન માને તો અજીવ સ્વતંત્ર રહેતું નથી. મૂળભૂતમાં ભૂલ કરે તો સમ્યગ્દર્શન સર્વથા રહે નહિ, એમ નિશ્ચય કરવો, પરીક્ષા કર્યા વિના કેવળ આજ્ઞા વડે જ જે જૈની છે તે પણ મિથ્યાદષ્ટિ જાણવા; માટે પરીક્ષા કરીને વીતરાગની આજ્ઞા માનવી જોઈએ.
*
ફાગણ સુદ ૫ બુધવાર, તા. ૧૮-૨-૫૩
વળી કોઈ પરીક્ષા કરીને જૈની થાય છે, પરંતુ દેવ-ગુરુ-શાસ્ત્ર કોને કહેવા ? નવ તત્ત્વો કોને કહેવાં? તેવી મૂળ વાતની પરીક્ષા કરતો નથી. માત્ર દયા પાળે, શીલ પાળે તો તે મૂળ ધર્મ નથી. દયાનો ભાવ કષાયમંદતા છે; શીલ એટલે બહ્મચર્ય પાલન કરે છે પણ મૂળ પરીક્ષા નથી. એવી દયા ને શીલ અન્યમતી પણ પાળે છે. તપાદિ વડે પરીક્ષા કરે તો તે મૂળ પરીક્ષા નથી. અમારા ભગવાને તપ કર્યો હતો તો ને સંયમ પાળ્યો હતો તો તે મૂળ પરીક્ષા નથી. ભગવાનની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com