________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો માન્યતા છોડી દેવી, અને જિન-આજ્ઞાનુસાર પ્રવર્તવું યોગ્ય છે.
પ્રશ્ન:- અમારી દિગમ્બરની પરંપરા આવી ચાલે છે તો અમારે શું કરવું? પાંચમાં અધિકારમાં શ્વેતામ્બર ને સ્થાનકવાસીની વાત આવી ગઈ. અહીં તો દિગમ્બર સંપ્રદાયની વાત કરે છે. અમારે કુળપરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ્ય નથી.
સમાધાન - પોતાની બુદ્ધિથી નવીન માર્ગમાં પ્રવર્તે તો તે યોગ્ય નથી, પરંતુ યથાર્થ વસ્તુનું સ્વરૂપ કહે તે નવીન માર્ગ નથી. સ્વભાવથી ધર્મ છે ને રાગથી ધર્મ નથી એમ સમજવું જોઈએ.
રઘુકુલ રીતિ ઐસી ચલી આઈ, પ્રાણ જાય અરૂ વચન ન જાઈ ' એમ અન્ય મતમાં કહે છે. એવી રીતે “જૈનધર્મ રીતિ ઐસી ચલી આઈ, પ્રાણ જાય અરૂ ધર્મ ન જાઈ –એમ સમજવું જોઈએ. શ્રી કુંદકુંદાદિ આચાર્યોએ જૈનધર્મનું જેવું સ્વરૂપ કહ્યું છે તે બરાબર છે.
વસ્ત્રસહિત મુનિપણું અથવા સ્ત્રીને કેવળજ્ઞાન માને તે બરાબર નથી. શાસ્ત્રમાં લખ્યું છે તેને છોડી કોઈ પાપી પુરુષ જાદુ કહે તો તે બરાબર નથી. સર્વજ્ઞની વાણી અનુસાર પુષ્પદંત, ભૂતબલિ આદિ આચાર્યોએ પખંડ-આગમ લખેલ છે, તેમાં ફેરફાર કરવો યોગ્ય નથી. લહિયાથી લખવામાં ફેરફાર થયો હોય તો સુધારવું; પણ પ્રયોજનભૂત વાતમાં કોઈ આચાર્યની ભૂલ નથી. દ્રવ્ય-સ્ત્રીને છઠું ગુણસ્થાન કદી આવતું નથી, છતાં તેની વિરૂદ્ધ કહું ને ફેરફાર કરે તે પાપી છે.
દ્રવ્યસંગ્રહમાં માર્ગણાની વાત આવે છે, તે જીવની ભાવમાર્ગણા છે, દ્રવ્યમાર્ગણાની વાત નથી. જીવ કઈ ગતિ આદિમાં છે તે શોધવું તેની વાત છે, છતાં તેનાથી વિરૂદ્ધ તે મિથ્યા પ્રવૃત્તિ છે. પુરાતન જૈનશાસ્ત્ર-ધવલ, મહાધવલ, સમયસારાદિ અનુસાર પ્રવર્તવું તે બરાબર છે. તે નવીન માર્ગ નથી. પરંપરા સત્યનો બરાબર નિર્ણય કરવો જોઈએ.
કુળપરંપરાની વાત ચાલી આવે છે માટે નહિ, પણ સર્વજ્ઞ કહે છે અને તે પ્રમાણે સત્ય છે માટે અંગીકાર કરવું. કુળનો આગ્રહ કરવો નહિ. જિનઆજ્ઞાથી કુળ પરંપરા વિરૂદ્ધ હોય તો કુળ પરંપરા છોડવી જોઈએ. જે કુળના ભયથી કરે છે તેને ધર્મબુદ્ધિ નથી. લગ્નાદિમાં કુળક્રમનો વિચાર કરવો પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com