________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કાર્યમાં કેવી રીતે જૂઠું બોલશે? તેવી રીતે શાસ્ત્રો વિષે પ્રયોજનભૂત દેવાદિકનું સ્વરૂપ, નવતત્ત્વનું સ્વરૂપ યથાર્થ કહ્યું છે, તો પછી સમુદ્ર પર્વત વગેરે અપ્રયોજનભૂત વાત જૂઠી કેમ કહે? અને પ્રયોજનભૂત દેવ-ગુરુનું વિપરીત કથન કરતાં તો વક્તાના વિષય-કષાય પોષાય છે.
પ્રશ્ન- વિષય-કષાયથી દેવાદિકનું કથન તો અન્યથા કર્યું પણ તે જ શાસ્ત્રોમાં બીજા કથન અન્યથા શા માટે કર્યા?
ઉત્તર- જો એક જ કથન અન્યથા કહે તો તેનું અન્યથાપણું તુરત જ પ્રગટ થઈ જાય તથા જુદી પદ્ધતિ પણ ઠરે નહિ પરંતુ ઘણાં કથન અન્યથા કરવાથી જુદી પદ્ધતિ પણ ઠરે ને તુચ્છબુદ્ધિ ભ્રમમાં પણ પડી જાય, પોતાના બનાવેલા શાસ્ત્રમાં પોતાની વાત ચલાવવા કેટલીક સત્ય કહી ને કેટલીક અસત્ય કહી, પણ તે વીતરાગની વાત નથી. સ્વભાવના આશ્રયે કલ્યાણ થાય છે, નિમિત્ત ને રાગથી કલ્યાણ થતું નથી. આમ પરીક્ષા કરવી જોઈએ.
પરીક્ષા કરીને આજ્ઞા માનવી તે આજ્ઞાસમ્યકત્વ છે હવે એવી પરીક્ષા કરતાં એક જૈનમત જ સત્ય ભાસે છે. સર્વજ્ઞ પરમાત્માની ધ્વનિમાં જે માર્ગ આવ્યો તે યથાર્થ છે; સાત તત્ત્વ, ઉપાદાન-નિમિત્ત વગેરેનું સ્વરૂપ આવ્યું તે સાચું છે. જૈનમતના વક્તા શ્રી સર્વજ્ઞ વીતરાગ છે. તેઓ જૂઠું શા માટે કહે? એ પ્રમાણે પરીક્ષા કરીને આજ્ઞા માને તો તે સત્ય શ્રદ્ધાન છે ને તેનું નામ જ આજ્ઞાસમ્યકત્વ છે. પરીક્ષા વિના માને તો તેણે આજ્ઞા સાચી માની નથી.
વળી જ્યાં એકાગ્રચિંતવન હોય તેનું નામ આજ્ઞાવિય ધર્મધ્યાન છે. જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનતાં જ સમ્યકત્વ વા ધર્મધ્યાન થઈ જતું હોય તો જીવ અનંતવાર મુનિવ્રત ધારણ કરી દ્રવ્યલિંગી મુનિ થયો; પણ આત્માના ભાવ વિના સુખી ન થયો. દેહની ક્રિયાથી ને પુણ્યથી ધર્મ માને છે તેથી તે મિથ્યાત્વ વડ દુ:ખી થયો. એકલી આજ્ઞાથી ધર્મ થતો હોય તો દ્રવ્યલિંગી મુનિએ આજ્ઞા માની છે, પણ પરીક્ષા કરી નથી. આજ્ઞા માનવાથી ધર્મ થતો હોય તો દ્રવ્યલિંગીને ધર્મ થવો જોઈએ; પણ તેણે ભગવાનની આજ્ઞા શું છે, આગમની આજ્ઞા શું છે તે જાણ્યું નથી, તેનો નિર્ણય કર્યો નથી. સર્વજ્ઞની વ્યવહાર આજ્ઞા માની પણ “હું શુદ્ધ ચિદાનંદ છું” એની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com