________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
| [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો વગેરેનો ખ્યાલ ન આવે તો તે આજ્ઞાથી માનવું; પણ જે પદાર્થ ખ્યાલમાં આવે તેની તો પરીક્ષા કરવી જોઈએ.
જે શાસ્ત્રમાં પ્રયોજનભૂત વાત સાચી હોય તેની અપ્રયોજનભૂત વાત સાચી સમજવી જોઈએ; અને જે શાસ્ત્રમાં પ્રયોજનભૂત વાતમાં ભૂલ હોય તેની બધી વાત અપ્રમાણ માનવી.
પ્રશ્ન:- પરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે તથા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં અપ્રમાણ ભાસે તો શું કરવું?
ઉત્તર- સર્વજ્ઞની વાણી અનુસાર શાસ્ત્રમાં કાંઈ વિરૂદ્ધ નથી, કેમ કે જેનામાં પૂર્ણ જાણપણું જ ન હોય અગર રાગદ્વેષ હોય તે જ અસત્ય કહે. વીતરાગ સર્વજ્ઞદેવમાં એવો દોષ હોય નહિ. તે પરીક્ષા બરાબર કરી નથી માટે જ તને ભ્રમ છે.
પ્રશ્ન:- છમસ્થથી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું?
ઉત્તર:- સત્ય-અસત્ય બન્ને વસ્તુઓને મેળવી પરીક્ષા કરવી. સોનું, કપડાં વગેરે લેતાં પરીક્ષા કરે, તેણે શાસ્ત્રની આજ્ઞા મેળવવી, સત્ય અસત્યને મેળવીને પ્રમાદ છોડી પરીક્ષા કરવી. જે સંપ્રદાયમાં જન્મ્યા તેની વાત જ સાચી એમ નથી. જ્યાં પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે ત્યાં જ અન્યથા પરીક્ષા થાય છે.
પ્રશ્ન- શાસ્ત્રમાં પરસ્પર વિરૂદ્ધ કથનો તો ઘણાં છે તો કોની કોની પરીક્ષા
કરીએ?
ઉત્તર- મોક્ષમાર્ગમાં દેવ-ગુરુ-ધર્મ, જીવાદિ નવ તત્ત્વ તથા બંધ-મોક્ષમાર્ગ પ્રયોજનભૂત છે, માટે તેની તો પરીક્ષા અવશ્ય કરવી અને જે શાસ્ત્રોમાં એ સત્ય કહ્યાં હોય તેની સર્વ આજ્ઞા માનવી, તથા જેમાં એ અન્યથા પ્રરૂપ્યાં હોય તેની આજ્ઞા ન માનવી. મોક્ષમાર્ગમાં દેવની પરીક્ષા કરવી જોઈએ. સર્વજ્ઞને જ્ઞાન-દર્શન બન્ને ઉપયોગનું પૂર્ણ પરિણમન એક સમયે છે. કોઈ ક્રમે ઉપયોગ માને અને કેવળીને આહાર માને તે સર્વજ્ઞને સમજતો નથી. આત્માના ભાનપૂર્વક જે અંતર લીનતા કરે અને બાહ્યથી ૨૮ મૂળગુણ પાલન કરે ને શરીરની નગ્ન અવસ્થા જેને હોય તે મુનિ છે. એ રીતે મુનિનું સ્વરૂપ સમજવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com