________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮૯
અધિકાર સાતમો] ધર્મમાં કુળની પરંપરા મુજબ ચાલવું તે યોગ્ય નથી. ધર્મની પરીક્ષા કરવી જોઈએ. ઘરના મોટા માણસ કહે છે માટે ધર્મનું પાલન કરવું તે બરાબર નથી. માટીનું વાસણ લેવા જાય ત્યારે તપાસીને લે છે, એમ ધર્મની પરીક્ષા કરવી જોઈએ.
કેવળ આજ્ઞાનુસારી સાચા જૈન નથી. કુળક્રમ પ્રમાણે ચાલે છે તે વ્યવહારાભાસી છે. તે વાત થઈ ગઈ. હવે બીજી વાત કરે છે. કોઈ આજ્ઞાનુસારી જૈન છે. તેઓ જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે, પણ પોતે આજ્ઞાની પરીક્ષા કરતા નથી. સર્વમતવાળા પોતપોતાના ધર્મની આજ્ઞા માને છે, તો બધાને ધર્મ માનવો જોઈએ; પણ એમ નથી નિર્ણય કરીને ધર્મ માનવો જોઈએ; પણ ભગવાનના કહેવા માત્રથી ન માનવું, પણ વીતરાગી વિજ્ઞાનની પરીક્ષા કરીને જિન આજ્ઞા માનવી યોગ્ય છે. પરીક્ષા વિના સત્યઅસત્યનો નિર્ણય કેવી રીતે થાય? નિર્ણય વિના શાસ્ત્રને માને તો અન્યમતીની જેમ આજ્ઞા માની. ધર્મ શું છે તે બધું નિર્ણયપૂર્વક માનવું જોઈએ. માત્ર દિગમ્બરનો પક્ષ કરીને માનવું નહિ. રાગાદિ વિકાર છે ને સ્વભાવ વિકાર રહિત છે એમ નિર્ણય કરવો જોઈએ. નિર્ણય કર્યા વિના જેમ અન્ય પોતાના શાસ્ત્રની આજ્ઞા માને છે તેમ આ પણ જૈનશાસ્ત્રની આજ્ઞા માને તો એ પક્ષ વડે જ આજ્ઞા માનવા બરાબર છે.
પ્રશ્ન- શાસ્ત્રમાં સમ્યકત્વના દસ પ્રકારમાં આજ્ઞા સમ્યકત્વ કહ્યું છે. ભગવાને જે સ્વરૂપ કહ્યું છે તેમાં શંકા ન કરવી, તેમ જ આજ્ઞાવિચય ધર્મધ્યાનનો ભેદ કહ્યો છે; તથા નિઃશંકિત અંગમાં જિનવચનમાં સંશય કરવાનો નિષેધ કર્યો છે તે કેવી રીતે ?
ઉત્તર:- શાસ્ત્રના કોઈ કથનની પ્રત્યક્ષ-અનુમાનાદિ વડે પરીક્ષા કરી શકાય છે ને કોઈ વાત એવી છે કે જે પ્રત્યક્ષ અનુમાનાદિ ગોચર નથી. અજ્ઞાની કહે છે કે પાણી અગ્નિથી પ્રત્યક્ષ ગરમ થાય છે, પણ તે ભૂલ છે. પાણીના સ્પર્શગુણની ગરમરૂપ અવસ્થા થાય છે તે પ્રત્યક્ષ છે, તેને અજ્ઞાની જતો નથી. પાણીના પરમાણુઓ છે તેમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ સમયે સમયે થયા કરે છે. શીત અવસ્થાનો વ્યય થઈ ગરમ અવસ્થાનો ઉત્પાદ થાય છે ને સ્પર્શગુણ ધ્રુવ રહે છે. અગ્નિ ને પાણીમાં અન્યોન્યઅભાવ છે. અગ્નિને લીધે પાણી ગરમ થતું નથી તે પ્રત્યક્ષ છે. તેમ નિર્ણય કરવો જોઈએ; પણ પર્યાયમાં અવિભાગપ્રતિચ્છેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com