________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો તો તેમાં ઉપદેશદાતાનો દોષ નથી. ઉપદેશદાતાનો અભિપ્રાય સાચી શ્રદ્ધા કરાવી અસત્ શ્રદ્ધા, અસત્ જ્ઞાન ને અસત્ આચરણ છોડાવવાનો છે. સમ્યગ્દર્શન વિના બાહ્ય ચારિત્ર અરણ્યમાં રુદન સમાન છે. તેનાથી જન્મ-મરણનો નાશ થશે નહિ. આત્મા જ્ઞાયક ચિદાનંદ છે; પર્યાયમાં પુણ્ય-પાપના પરિણામ થાય છે તે બેકાર છેનકામા છે; તેથી રહિત આત્માની દષ્ટિ ન કરે તો ધર્મ થતો નથી. ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય અસત્ય શ્રદ્ધા છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો છે. જાત્રા ને દયાદાનાદિ પરિણામ છોડાવી દુકાનાદિના પાપભાવ કરાવવાનો અભિપ્રાય નથી; પણ અજ્ઞાની જીવ દયા-દાન કરતાં કરતા ધર્મ થશે-એમ માને છે તેથી અસત્ય શ્રદ્ધાનો નિષેધ કરાવે છે.
આત્માના ભાન વિના વ્યવહાર સાચો નથી. નિશ્ચય સ્વભાવ આદરણીય છે ને વ્યવહા૨ જાણવાયોગ્ય છે, વ્યવહાર આદરણીય નથી. અમારો તો મોક્ષમાર્ગમાં લગાવવાનો અભિપ્રાય છે ને એવા અભિપ્રાયથી જ અહીં નિરૂપણ કરીએ છીએ.
વળી, કોઈ જીવ તો કુળક્રમ વડે જ જૈની છે. અંતર જૈનની ખબર નથી ને બાહ્યમાં જૈન નામ ધરાવે; તેથી જૈન કુળમાં જન્મવાથી જૈન થઈ જતો નથી. તેને જૈનદર્શનની ખબર નથી પણ તે કુળક્રમથી જૈન થઈ ગયો માને છે; પણ ખરેખર તો આત્મા જ્ઞાનાનંદ છે-એમ ઓળખાણ કરી; પર્યાયમાં થતા વિકારને દ્રવ્યદૃષ્ટિથી નાશ કરે તે જૈન છે. અમારા બાપદાદા જૈન હતા માટે અમે જૈન છીએ એમ કોઈ કહે તો તે યથાર્થ જૈની નથી. અંતરદષ્ટિથી જૈની થવાય છે.
*
ફાગણ સુદ ૩ સોમવાર તા. ૧૬-૨-૫૩ કુળક્રમથી ધર્મ થતો નથી
દિગમ્બર જૈની હોવા છતાં વ્યવહારાભાસને માનનારા જીવ એકાંત મિથ્યાદષ્ટિ છે. અહીં કોઈ જીવ તો કુળક્રમ વડે જ જૈન છે, પણ જૈનધર્મનું સ્વરૂપ જાણતા નથી. તે બાપદાદાથી જૈન છે એમ માને છે. જેવી રીતે અન્યમતી વેદાંતી, મુસલમાન વગેરે કુળક્રમ વિષે પ્રવર્તે છે તેમ આ પણ એમ વર્તે છે. જો કુળપરંપરાથી ધર્મ હોય તો મુસલમાનાદિ સર્વ ધર્માત્મા ઠરે; તો પછી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com