________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
| [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો
ફાગણ સુદ ૨ રવિવાર, તા. ૧૫-૨-૧૩ પૂર્વના કેટલા પંડિતો યથાર્થ દષ્ટિવાળા હતા. શ્રાવક ટોડરમલ્લ, દોલતરામ, દીપચંદજી યથાર્થ હતા. તેની સાચી દષ્ટિનો જે વિરોધ કરે છે તે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે. શુદ્ધ આત્મા સમ્યગ્દર્શન પર્યાયનો ઉત્પાદક છે. નિમિત્ત, રાગ કે પર્યાયમાંથી સમ્યગ્દર્શન આવતું નથી. વળી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પર્યાય છે. નવી પર્યાય-ઉત્પન્ન થાય છે તે ગુણ નથી. ગુણનો ઉત્પાદ થતો નથી. શ્રદ્ધાની વિપરીત પર્યાયનો નાશ થઈને અવિપરીત પર્યાયનો ઉત્પાદ થાય છે; તે ક્યાંથી થાય છે? સમ્યગ્દર્શનપર્યાય શુદ્ધ છે તે ક્યાંથી આવે છે? નિમિત્ત, રાગ કે પર્યાયમાંથી આવતી નથી, દ્રવ્યસ્વભાવમાંથી તે પર્યાય આવે છે.
અજ્ઞાની જીવને ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે. અહીં એમ જાણવું કે દયા દાન, જાત્રાદિના ભાવથી પુણ્યબંધ થાય છે. પુણ્યને છોડી પાપવૃત્તિ કરવાની નથી. તે અપેક્ષાએ શુભનો નિષેધ નથી, પણ જે જીવ આત્માની દષ્ટિ કરતો નથી ને દયા-દાનાદિમાં ધર્મ માને છે તે મિથ્યાદષ્ટિ છે.
કોથળીમાં કરિયાતું નાખીને ઉપર સાકર નામ લખે તો કરિયાતું સાકર થતું નથી. તેમ અંતર જૈનધર્મ પ્રગટયો નથી, ને બાહ્ય જૈન નામ ધરાવે તો જૈન થતો નથી. શ્રી કુંદકુંદાચાર્ય આદિ સમર્થ મુનિવરોએ યથાર્થ પ્રકાશ કરેલ છે કે જે વ્યવહારથી સંતુષ્ટ થાય છે, ને કષાયમંદતાથી ધર્મ માને છે તથા “હું જ્ઞાયક છું, પુણ્ય પાપ રહિત છું'- એવી નિશ્ચય દષ્ટિ કરતો નથી ને ઉદ્યમી થતો નથી, તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે.
નવ તત્ત્વમાં ચારિત્ર સંવર-નિર્જરામાં આવે છે. અજ્ઞાની ભક્તિ, પૂજામાં સંતોષ માને છે. લાખો રૂપિયા મંદિરમાં આપવાથી ધર્મ થતો નથી. રૂપિયા આવવા જવા તે જડની ક્રિયા છે, ને કષાયની મંદતા કરે તો પણ છે. પુણ્યથી રહિત આત્માની શ્રદ્ધા કરે તો ધર્મ છે. અજ્ઞાની જીવે સત્યમાર્ગ વિષે પ્રયત્ન કરેલ નથી. આત્મા જ્ઞાનાનંદ છે, પુણ્ય મારું સ્વરુપ નથી, પુણ્ય અપરાધ છે. ધ્રુવ સ્વભાવ નિર્દોષ છે. તેની રુચિ કરતો નથી તે વ્યવહારાભાસી છે.
વર્તમાનમાં ભગવાન શ્રી સીમંધરસ્વામી વાણી દ્વારા એ જ કહે છે. અજ્ઞાની જીવ સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી નથી. આત્મા શુદ્ધ નિર્વિકલ્પ છે એવી દષ્ટિ, જ્ઞાન ને સ્થિરતા કરી નથી, ને વ્યવહારમાં ધર્મ માની લીધો છે તેવા જીવને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com