________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ત્રણ કાળના જેટલા સમયો તેટલી ચારિત્રગુણની પર્યાયો છે. ધર્મી જીવને શુભરાગ લાવવાની પણ ભાવના નથી. જ્ઞાનની મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ-એમ પાંચ પર્યાય છે. કેવળજ્ઞાન પણ એક સમયની પર્યાય છે. જ્ઞાનગુણની સ્થિતિ ત્રિકાળ છે, પણ કેવળજ્ઞાનપર્યાય બીજે સમયે રહેતી નથી. એવી ને એવી સદેશ રહે તે જુદી વાત છે; પણ પૂર્વ પર્યાય પછીની પર્યાય વખતે રહેતી નથી. તેવી રીતે શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. તેની મિથ્યાદર્શન પર્યાય છે. તે કર્મને લીધે નથી. તે પર્યાય સત્ છે. પૂર્વની મિથ્યાશ્રદ્ધાનો વ્યય, નવી મિથ્યાશ્રદ્ધાનો ઉત્પાદ ને શ્રદ્ધાળુણ ધ્રુવ છે. આમ ત્રણે સત્ છે. આ સ્વતંત્ર સને જે માનતો નથી ને કર્મથી પરિણામ માને તથા રાગથી ધર્મ માને તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. આત્માનું ભાન થતાં મિથ્યાદર્શનનો વ્યય થઈ, સમ્યગ્દર્શનનો ઉત્પાદ થાય છે ને શ્રદ્ધાળુણ કાયમ રહે છે. જે નવ તત્ત્વોને સ્વતંત્ર માનતો નથી તેને મિથ્યાદર્શનની પર્યાય હોય છે, ને જે નવતત્ત્વો સ્વતંત્ર માની સ્વ તરફ વળે છે. તેને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટે છે.
હવે ચારિત્રની વાત. કર્મના ઉદયને લીધે આત્મામાં કાંઈ થતું નથી. કર્મને લીધે કાંઈ અસર અથવા વિલક્ષણતા થતી નથી. ચારિત્રની વિકારી અથવા અવિકારી પર્યાય સ્વતંત્ર થાય છે. નવ પદાર્થોને સ્વતંત્ર માનવા જોઈએ. શુદ્ધ જીવની પ્રતીતિ થયા પછી સાધકને શુભરાગ આવે છે. કર્મની પર્યાય કર્મમાં છે, કર્મના ઉદયને લીધે રાગ થતો નથી. અજ્ઞાની જીવની સંયોગ ઉપર ને કર્મ ઉપર દષ્ટિ છે, તેથી આસ્રવથી આત્મા શુદો છે એવી ભાવના તે કરી શકે નહિ. પરનું લક્ષ છોડી શાયકનું લક્ષ કરે છે ત્યારે મિથ્યાત્વનો નાશ થઈ જાય છે ને સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આવું ભાન નથી તે વ્યવહારાભાસી છે. વિકારથી નિર્વિકારી ધર્મ પ્રગટે એમ માને તે વ્યવહારાભાસી છે.
ધર્મી જીવ સમજે છે કે શ્રદ્ધાગુણ નિર્મળ થયો છે પણ ચારિત્રગુણ પૂર્ણ નિર્મળ થયો નથી. જો શ્રદ્ધા સાથે ચારિત્ર તથા બધા ગુણો તુરત જ પૂર્ણ નિર્મળ થઈ જાય તો સાધક ને સિદ્ધમાં ફેર રહેતો નથી. આત્માનું ભાન ને લીનતા થઈ છે તેમાં ધ્રુવ ઉપાદાન કારણપરમાત્મા છે ને ક્ષણિક ઉપાદાન તે તે સમયની સંવરનિર્જરાની પર્યાય છે. કેવળજ્ઞાન નિમિત્તમાંથી આવતું નથી, આમ્રવને બંધમાંથી આવતું નથી, સંવર-નિર્જરામાંથી પણ કેવળજ્ઞાન આવતું નથી. સંવર-નિર્જરા અધૂરી નિર્મળ પર્યાય છે તેમાંથી પૂર્ણ નિર્મળ પર્યાય આવતી નથી, પણ કારણપરમાત્મામાંથી કેવળજ્ઞાન પ્રગટે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com