________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કહે છે. અજ્ઞાની દયા-દાનાદિને ધર્મનું સાધન માને છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પાંચ મહાવ્રતનો રાગ, અને શાસ્ત્રનું જ્ઞાન અજ્ઞાની જીવે અનંતવાર કર્યું છે, પણ અંતરમાં દ્રવ્ય સાધન છે તેની દષ્ટિ તેણે કરી નહિ. કષાયમંદતાને તથા દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાને નિમિત્તથી સાધન કહેવાય છે પણ તે યથાર્થ સાધન નથી. કષાયમંદતાથી જે ધર્મ માને છે તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. ધર્મનું સાધન તો કારણપરમાત્મા છે-કારણશુદ્ધ જીવ છે. ત્રિકાળી ધ્રુવ શક્તિને કારણશુદ્ધ જીવ કહે છે. તેમાંથી કેવળજ્ઞાનાદિરૂપ કાર્ય થાય છે. કેવળજ્ઞાન, કેવળ-આનંદ આદિ પ્રગટ થવાની શક્તિ દ્રવ્યમાં છે. વર્તમાન પર્યાયમાં અથવા વ્યવહાર રત્નત્રયમાં કેવળજ્ઞાન પ્રગટ કરવાની તાકાત નથી. હું શુદ્ધ ચિદાનંદ છું એમાંથી સમ્યગ્દર્શન જ્ઞાન રૂપી કાર્ય પ્રગટે છે. શુદ્ધ જીવ કારણપરમાત્મા છે, તેમાંથી મોક્ષમાર્ગ ને મોક્ષરૂપી કાર્ય પ્રગટે છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ને અનંત વીર્ય કાર્યપરમાત્મા છે, ને શુદ્ધ જીવ શક્તિરૂપ કારણ પરમાત્મા છે. જેની કારણપરમાત્મા ઉપર દૃષ્ટિ નથી પણ વ્યવહાર ઉપર દષ્ટિ છે તે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે. દયાદાનાદિ પરિણામ સાધન નથી. પરમપરિણામિક- ભાવ કે જેને પરની અપેક્ષા લાગતી નથી તે સાધન છે.
ઔદયિકભાવ જીવનું તત્ત્વ છે. કર્મને લીધે દયાદાનાદિ અથવા કામક્રોધાદિ થતા નથી. ઔપશમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, ઔદયિક ને પારિણામિક એ પાંચે ભાવો જીવનું તત્ત્વ છે. કર્મ અજીવતત્ત્વ છે. કર્મની અસ્તિ છે માટે ઔદયિકભાવ છે-એમ નથી. પોતાના કારણે ઔદયિકભાવ પર્યાયમાં થાય છે. દયા, દાન, વ્રત, પૂજા આદિ ઔદયિકભાવ છે. અજ્ઞાની તેને ધર્મનું સાધન માને છે. આત્મામાં કરણ નામની શક્તિ છે. તેનું અવલંબન લે તો સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે. તે મોક્ષમાર્ગનો વ્યય થઈ મોક્ષ પ્રગટે છે. કારણપરમાત્મા એકરૂપ સદેશ ભગવાન છે, તેના અવલંબનથી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપર્યાય પ્રગટે છે; તેમાં સમ્યગ્દર્શન ઔપશમિક શાયોપથમિક અથવા ક્ષાયિક હોય છે, જ્ઞાન ને ચારિત્ર ક્ષાયોપથમિક ભાવે છે.
સાત તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. સાત તત્ત્વ ક્યારે રહે? કર્મ અજીવ તત્ત્વ છે પોતાની પર્યાયમાં થતા રાગ-દ્વેષ આસ્રવતત્ત્વ છે. કર્મથી આસ્રવ થયો માને તો સાત તત્ત્વ રહેતાં નથી. અજીવથી આસ્રવ માને, કર્મના ઉદયથી વિકાર માને, તેણે અજીવ અને આસ્રવ એક માન્યા. અહીં ભાવ આસ્રવની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com