________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૮૧ વાત છે. દ્રવ્યઆસવ, દ્રવ્યપુણ્ય-પાપ, દ્રવ્યબંધ, દ્રવ્યનિર્જરા દ્રવ્યમોક્ષ વગેરે અજીવતત્ત્વમાં આવી જાય છે. એક સમયની પર્યાયમાં થતા રાગદ્વેષ આસ્રવતત્ત્વ છે. કર્મથી વિકાર માને તેણે વિકારને-આસ્રવને સ્વયં ન માન્યો, તેથી સાતતત્ત્વ રહેતાં નથી. અજીવથી આસ્રવ માનનાર વ્યવહારાભાસમાં જાય છે. આસ્રવથી ધર્મ માને તો તે પણ ભૂલ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સંવર નિર્જરામાં આવે છે.
સામાન્યવિશેષ બને નિરપેક્ષ વળી સામાન્યથી વિશેષ થાય છે એમ પણ અહીં કહેવું નથી. સામાન્યને વિશેષ પ્રથમ નિરપેક્ષ કબૂલ ન કરે તો એક બીજાની હાનિ થાય છે. સ્વયંસિદ્ધ ન હોય તો બન્નેનો નાશ થાય છે. સમતભદ્ર-આચાર્યકૃત આપ્તમીમાંસામાં આ વાત આવે છે. જીવ છે, સંવર છે, નિર્જરા છે-બધા છે. તેમાં જીવ સામાન્યમાં આવે છે; ને આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ-આ પાંચ પર્યાય છે, અથવા વિશેષ છે. આમ સામાન્ય ને વિશેષ પણ સ્વતંત્ર નિરપેક્ષ માનવા જોઈએ.
પ્રથમ સાતે તત્ત્વને નિરપેક્ષ જાણવાં જોઈએ. અજીવની પર્યાય અજીવથી છે. આસ્રવ અજીવથી નથી. તત્ત્વ વસ્તુ છે, અવસ્તુ નથી. પર્યાયની અપેક્ષાએ પર્યાય વસ્તુ છે. એક પર્યાયમાં અનંત ધર્મો આવે છે. એક આસ્રવ પર્યાયમાં સંવરની નાસ્તિ, અજીવની નાસ્તિ, તથા પૂર્વ અને ઉત્તરપર્યાયની નાસ્તિ છે. નવ તત્ત્વને પૃથક પૃથક ના માને તે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે. આસ્રવ વિકારી તત્ત્વ છે. આસ્રવથી સંવર નિર્જરા માને તો સંવરને નિર્જરા નિરપેક્ષ રહેતા નથી. આસ્રવ ઔદયિકભાવ છે, સંવર-નિર્જરા ઔપથમિક-ક્ષાયોપથમિક ભાવ છે. ઔદયિકભાવથી ઔપથમિકક્ષાયોપથમિક ભાવ થાય નહિ વળી કર્મ અજીવ છે, અજીવથી ઔદયિકભાવ થાય નહિ.
ભાવબંધ ઔદયિકભાવ છે. સંવર-નિર્જરા અપૂર્ણ શુદ્ધ પર્યાય છે. મોક્ષ પૂર્ણ શુદ્ધ પર્યાય છે. જીવતત્ત્વ પરમપારિણામિકભાવમાં આવે છે. પુદ્ગલમાં પારિણામિકભાવ તથા ઔદયિકભાવ બે કહ્યા છે. કારણ શુદ્ધજીવ-કારણપરમાત્મા છે તે જીવતત્ત્વ છે. સાતની નિરપેક્ષતા નક્કી કર્યા પછી સાપેક્ષતા લાગુ પડે. સંવર-નિર્જરા ક્યાંથી આવે છે? સંવર-નિર્જરાની પર્યાય પ્રથમ ન હતી; તો તે ક્યાંથી આવે છે? દ્રવ્યસ્વભાવમાંથી આવે છે, તે સાપેક્ષ કથન છે. વળી વિકાર ક્યાંથી આવે છે? સ્વભાવનું લક્ષ છોડી, નિમિત્તનું લક્ષ કરે છે તેને વિકાર થાય છે. તે પણ સાપેક્ષ કથન છે. નિશ્ચય મોક્ષમાર્ગ સંવર-નિર્જરામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com