________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો વળી યશોવિજયજી કહે છે:
तातै सो मिथ्यामती, जैनक्रिया परिहार।
व्यवहारी सो समकिती, कहैं भाष्य व्यवहार।। તું નિશ્ચયને પ્રથમ કહે છે તેથી મિથ્યામતી છો, દયા, દાનાદિ પરિણામની ક્રિયા જૈનની છે, તે ક્રિયાનો તે પરિહાર કર્યો છે.”—એમ દિગમ્બર ઉપર આક્ષેપ કરે છે. પણ તે વાત ખોટી છે.
“અમે વ્યવહારીને સમકિતી કહીએ છીએ, અને વ્યવહાર પછી નિશ્ચય આવે છે.” એમ યશોવિજયજી કહે છે, પણ તે ભૂલ છે; કેમકે નિશ્ચય જાણ્યા વિના વ્યવહારનો આરોપ આવતો નથી. વળી યશોવિજયજી કહે છે:
जो नय पहले परिणमे सोई कहै हित होई।
निश्चय क्यों धुरि परिणमे, सूक्ष्म मति करो जोई।। તે કહે છે કે “શિષ્ય સર્વજ્ઞની અથવા ગુરુની વાણી પ્રથમ સાંભળે છે. માટે વ્યવહાર પહેલો આવે છે, તેથી તે હિતકારી છે. માટે હે દિગમ્બરો ! પહેલો વ્યવહાર આવે છે, સૂક્ષ્મદષ્ટિથી વિચાર કરો.” પરંતુ એ વાત ભૂલવાળી છે. દિગંબર સંપ્રદાયમાં જન્મીને પણ વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ જે માને તે પણ શ્વેતામ્બર જેવા જ છે. નિશ્ચય પ્રથમ પ્રગટે તો રાગ ઉપર વ્યવહારનો આરોપ આવે છે. વસ્તુસ્વરૂપ બીજું થતું નથી.
એક સમયમાં જે ઉત્પાદ-વ્યય થાય છે તેને ગૌણ કરી, સામાન્ય ધૃવસ્વભાવ તરફ જે દષ્ટિ થઈ તે નિશ્ચય છે ને પછી જે રાગ આવે છે તે વ્યવહાર છે-એમ જાણવું તે જૈન દર્શન છે. પ્રથમ વ્યવહાર જોઈએ-એમ કહેનાર ભૂલમાં છે કેમકે વ્યવહાર આંધળો છે; નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. સામાન્ય એકરૂપ સ્વભાવનું અવલંબન કરવું તે ધર્મ છે, તે જૈનશાસનનો સાર છે.
જડ-ચેતનની પર્યાયો દમબદ્ધ છે જડ ને ચેતનની પર્યાયો આડી અવળી થતી નથી-એમ નિર્ણય કરતાં પરનું કર્તુત્વ ઊડી જાય છે. પરમાં હું ફેરફાર કરી શકતો નથી તેમ જ મારામાં પણ આડી અવળી પર્યાય થતી નથી. માટે તેના ઉપરની દષ્ટિ છોડી દ્રવ્યદષ્ટિ કરવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com