________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૭૭
સર્વજ્ઞની વાણીમાં નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ આમ આવ્યું છે. વાણીના કર્તા ભગવાન નથી. પણ સહજ વાણી નીકળે છે. અહીં નિશ્ચય-વ્યવહારની વાત બતાવવી છે.
યશોવિજયજી કહે છે કેઃ
निश्चयनय पहेले कहै, पीछे ले व्यवहार । भाषक्रम जाने नहीं, जैनमार्गको सार ।।
-આમ કહીને તે દિગમ્બરની ભૂલ બતાવે છે. પહેલાં વ્યવહાર હોય તો ધર્મ થાય એ વાત ખોટી છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એમ દષ્ટિ થયા પછી જે રાગ થાય અથવા પર્યાયની જે હીનતા છે તેનું બરાબર જ્ઞાન કરવું તે વ્યવહારનયનો વિષય છે. ચોથા ગુણસ્થાને નિશ્ચય પ્રથમ હોય છે, એટલે કે ધર્મ કરવો હોય તેણે આત્માની દૃષ્ટિ પ્રથમ કરવી જોઈએ. ભાવશ્રુતજ્ઞાન થયું હોય તેને વ્યવહાર હોય છે. નિશ્ચયની દષ્ટિ વિના પુણ્યને વ્યવહાર કહેતા નથી.
‘શિષ્યને સાંભળવાનો રાગ આવે છે માટે પ્રથમ વ્યવહાર આવે છે, ને વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે. '–એમ યશોવિજયજી કહે છે, પણ તે વાત યથાર્થ નથી.
વિકલ્પનો આશ્રય છોડી આત્માના સામાન્ય સ્વભાવનો આશ્રય લે ત્યારે ધર્મ થાય છે. જેણે સામાન્ય સ્વભાવનો આશ્રય લઈ સમ્યગ્દર્શન પ્રગટ કર્યું' તેણે બધું જાણી લીધું. જે શુભરાગ આવે છે તે વ્યવહાર છે, અને આત્માના અવલંબને જે શુદ્ધતા પ્રગટે છે તે નિશ્ચય છે. આમ બન્ને થઈને પ્રમાણ થાય છે. શિષ્ય શુભરાગનું અવલંબન છોડી શુદ્ધ આત્માનો આશ્રય લે છે, ને અંતર પ્રમાણ જ્ઞાન થાય છે ત્યારે તેને નય લાગુ પડે છે. નિશ્ચયનું જ્ઞાન થયા પછી રાગને વ્યવહાર લાગુ પડે છે. નય શ્રુતજ્ઞાનનો અંશ છે. શ્રુતજ્ઞાનપ્રમાણ થયા પહેલાં વ્યવહાર લાગુ પડતો નથી. શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે-રાગથી જુદો ને સ્વથી એકત્વ આત્મા છેએવી વાત જીવોએ સાંભળી નથી. કર્મથી રાગ થાય છે એ માન્યતા ભૂલભરેલી છે. કર્મ તો પૃથક્ ચીજ છે. તેનાથી રાગ થતો નથી. જો પરથી અથવા કર્મથી વિકાર થતો હોય તો પોતાની પર્યાયમાં પુરુષાર્થ કરવાનો કે વ્યવહારનો નિષેધ કરવાનો અવસર રહેતો નથી. રાગને છોડી સ્વભાવબુદ્ધિ કરે તો પૂર્વના રાગને ભૂતનૈગમનયથી સાધન કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com