________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૭૫ સ્વપણે ને પરને પરપણે જેમ છે તેમ જાણવા તે સમ્યજ્ઞાન છે. પરને પર જાણવા ને અને સ્વ જાણવું તેમાં રાગદ્વેષ ક્યાં આવ્યો? પરને કારણે મને લાભ થાય અથવા પરને કારણે મને નુકસાન થાય-એમ માને તો તે રાગદ્વેષ છે. અજ્ઞાની માને છે કે “અન્ન એવું મન,” પણ એમ નથી. અન્નના પરમાણુ તો પુદ્ગલ છે અને ભાવમન તો જીવની પર્યાય છે. પરદ્રવ્યથી આત્માનો ભાવ સારો રહે એમ છે જ નહિ. આમ ભેદવિજ્ઞાનપૂર્વક પોતાનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ થાય અને પદ્રવ્યમાં રાગ-દ્વેષ પરિણામ કરવાનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ મટે ત્યારે સમ્યગ્દર્શનાદિ થાય છે. પરદ્રવ્ય-નિમિત્ત મારામાં અકિંચિત્કર છે-એમ જણાવવા માટે આત્માનાં શ્રદ્ધાદિ તે જ સમ્યગ્દર્શનાદિ છે, પણ પરદ્રવ્ય જાણતાં રાગાદિ થઈ જાય છે-એમ નથી. પરદ્રવ્યના જ્ઞાનનો નિષેધ નથી. પરમાં લાભ-હાનિની બુદ્ધિ કરી રાગાદિ કરવા તે મિથ્યાશ્રદ્ધાનાદિ છે. પ્રવચનસાર ગાથા ૨૪ર માં શેય અને જ્ઞાતાના સ્વરૂપની યથાવત્ પ્રતીતિને સમ્યગ્દર્શન કહ્યું છે. જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ થતાં ન હોય તો કેવળજ્ઞાનીને તે સમ્યગ્દર્શનાદિનો અભાવ થઈ જાય !
પદ્રવ્યને બૂરું જાણવું તથા નિજદ્રવ્યને ભલું જાણવું તે તો મિથ્યાત્વસહિતના રાગ-દ્વેષ સહજ જ થયા. જગતમાં કોઈ પરદ્રવ્ય દેવ-ગુરુ-શાસ્ત્ર ખરેખર ઈસ્ટલાભદાયક છે અને સ્ત્રી-પુત્રાદિ અનિષ્ટ છે-એમ માનનાર મિથ્યાદષ્ટિ છે. પોતાને પોતારૂપ અને પરને પરરૂપ યથાર્થપણે ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ રહિતપણે જાણ્યા કરે ત્યાં રાગદ્વેષ નથી, તથા તે જ પ્રમાણે શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તે ત્યારે જ સમ્યગ્દર્શનાદિ થાય છે એમ જાણવું. માટે વિશેષ શું કહેવું? રાગથી લાભ થાય-એમ જૈનદર્શનમાંવસ્તુસ્વભાવમાં છે જ નહિ. જેમ રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ સમ્યગ્દર્શન છે, જેમ રાગાદિ મટાડવાનું જાણવું થાય તે જ સમ્યજ્ઞાન છે, તથા જેમ રાગાદિ મટાડવાનું આચરણ થાય તે જ સમ્યક્રચારિત્ર છે. અને એ જ મોક્ષમાર્ગ છે. એ પ્રમાણે નિશ્ચયનયના આભાસસહિત એકાંત પક્ષધારી જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કર્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com