________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો માટે અહીં એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યને જાણવા છતાં મુનિવરોને રાગદ્વેષ અલ્પ જ હોય છે ને સમ્યકત્વીને ચોથા ગુણસ્થાને સ્વદ્રવ્યમાં ઉપયોગ હોય તે વખતે પણ મુનિ કરતાં વિશેષ રાગદ્વેષ છે. માટે સ્વદ્રવ્યમાં ઉપયોગ છે કે પરદ્રવ્યમાં ઉપયોગ હો-તેના ઉપરથી રાગદ્વેષનું માપ નથી.
આત્માની શ્રદ્ધા-જ્ઞાન-આચરણનો અર્થ પ્રશ્ન - જો એમ છે, તો શાસ્ત્રમાં આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર છે એમ શા માટે કહ્યું છે?
ઉત્તર- અનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ હતું તેને છોડાવવા માટે એ ઉપદેશ છે. પોતાનામાં પોતાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ થતાં, અને પદ્રવ્યમાં રાગદ્વેષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ મટી જતાં સમ્યગ્દર્શનાદિક થાય છે, પણ જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ ન થતાં હોય, તો કવળી ભગવાનને પણ તેનો અભાવ થાય. જ્યાં પરદ્રવ્યને બૂરાં જાણવાં તથા નિજદ્રવ્યને ભલું જાણવું, ત્યાં તો રાગ-દ્વેષ સહજ જ થયો, પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ યથાર્થ જાણા કરે ત્યાં રાગ-દ્વેષ નથી, તથા તેમ જ શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તે ત્યારે જ સમ્યગ્દર્શનાદિક હોય છે-એમ જાણવું.
અજ્ઞાની જીવને અનાદિથી આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ નથી, તેથી તેને આત્માની શ્રદ્ધા-જ્ઞાન-આચરણ કરવાનો ઉપદેશ કરવામાં આવે છે. તું પરદ્રવ્યની એકાગ્રતા છોડીને તારા આત્માની શ્રદ્ધા કર, તારા આત્માને જાણ ને તારા આત્મામાં એકાગ્ર થા -આમ ઉપદેશ કર્યો છે, પણ તેનો અર્થ એવો નથી કે પરદ્રવ્ય દોષ કરાવે છે. પરદ્રવ્ય બૂરું છે એમ માનવું છે તો મિથ્યાત્વ છે. અહિંસા તે વીરનો ધર્મ છે. માટે જેનું શરીર બળવાન-પુષ્ટ હોય તે જ અહિંસાધર્મ પાળી શકે એમ અજ્ઞાની માને છે, પણ અરે ભાઈ અહિંસાધર્મ તે કાંઈ શરીરમાં રહેતો હશે કે આત્મામાં? વીરતા તો આત્મામાં છે કે શરીરમાં? પુષ્ટ શરીર ન હોય ને દૂબળું શરીર હોય તો શું અહિંસાનો ભાવ ન થાય? અહિંસાને શરીર સાથે શું સંબંધ છે? અજ્ઞાની પરદ્રવ્યથી જ ધર્મમાનીને ત્યાં રોકાય છે, પણ સ્વ દ્રવ્યની શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરતો નથી. માટે તેને કહે છે કે તું તારા આત્માની શ્રદ્ધા-જ્ઞાન-એકાગ્રતા કર, ને પરદ્રવ્યની શ્રદ્ધાજ્ઞાન-એકાગ્રતા છોડ! પરદ્રવ્ય બૂરાં છે એમ નથી. પરદ્રવ્યને બૂરાં માનવાં તે તો દ્વષનો અભિપ્રાય થયો. અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com