________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો છોડાવવા માગે છે તે અજ્ઞાની છે. ખરેખર જ્ઞાન કાંઈ રાગદ્વેષનું કારણ નથી. જે જીવને રાગદ્વેષ થાય છે તે પોતાના અપરાધથી થાય છે. ગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરેને જાણવા તે તો જ્ઞાનની નિર્મળતાનું કારણ છે; તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી, પરદ્રવ્ય તો રાગદ્વેષનું કારણ નથી, પણ જેને રાગદ્વેષ થઈ આવે છે તે પરદ્રવ્યને રાગદ્વેષનું નિમિત્ત બનાવે છે.
પ્રશ્ન:- જો એમ છે તો મહામુનિ, પરિગ્રાદિના ચિંતવનનો ત્યાગ શા માટે કરે છે?
ઉત્તરઃ- જેમ વિકારરહિત સ્ત્રી કુશીલના કારણરૂપ પરઘરનો ત્યાગ કરે છે, તેમ વીતરાગ પરિણતિ રાગ-દ્વેષ ના કારણરૂપ પરદ્રવ્યોનો ત્યાગ કરે છે. વળી જે વ્યભિચારના કારણ નથી એવાં પરઘર જવાનો ત્યાગ નથી; તેમ જે રાગદ્વેષનાં કારણ નથી એવાં પરદ્રવ્ય જાણવાનો ત્યાગ નથી. ત્યારે તે કહે છે કે-જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘેર જાય તો ભલે જાય, પણ પ્રયોજન વિના જેના તેના ઘેર જવું તે યોગ્ય નથી; તેમ પરિણતિને પ્રયોજન જાણી સપ્ત તત્ત્વોનો વિચાર કરવો તો યોગ્ય છે; પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાનાદિકનો વિચાર કરવો યોગ્ય નથી. તેનું સમાધાન:- જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિ વા મિત્રાદિકના ઘેર પણ જાય છે, તેમ પરિણતિ તત્ત્વોનાં વિશેષ જાણવાના કારણરૂપ ગુણસ્થાનાદિક અને કર્માદિકને પણ જાણે છે.
પરદ્રવ્યનું જાણપણું દોષ નથી મોક્ષપાહુડમાં કહ્યું છે કે મુનિઓને તો સ્વભાવનું જ વિશેષ ચિંતવન હોય છે. તેઓ સંઘ-શિષ્ય વગેરે પરદ્રવ્યના ચિંતવનમાં વિશેષ રોકાતા નથી. પરદ્રવ્યોનો વિચાર છોડીને જ્ઞાનાનંદ આત્માનું ધ્યાન કરવું-એમ શાસ્ત્રમાં કહ્યું છે. પણ તેનો અર્થ કાંઈ એમ નથી કે પરદ્રવ્યનું જ્ઞાન રાગદ્વેષનું કારણ છે! અહીં નિશ્ચયાભાસી જીવની સામે આ કથન છે. ધર્મીને પણ ગુણસ્થાન-માર્ગણાસ્થાન, કર્મોની પ્રકૃતિ વગેરેનો સૂક્ષ્મ વિચાર આવે. તેના બદલે નિશ્ચયાભાસી કહે છે કે આપણે તો શુદ્ધ આત્માનો જ અનુભવ કરવો ને વિકલ્પ ન આવવા દેવો; પણ તેને પોતાની પર્યાયના વ્યવહારનો વિવેક નથી. નિર્વિકલ્પ ધ્યાન વધારે વખત રહી શકે નહિ. ગણધરદેવને પણ શુભ વિકલ્પ તો આવે છે, ને દિવ્યધ્વનિ સાંભળે છે. દેવ-ગુરુની ભક્તિ, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે ભાવ આવે ને જ્ઞાનનો ઉપયોગ તે તરફ જાય, પણ તેથી કાંઈ રાગદ્વેષ વધી જતા નથી. તીર્થકરો વગેરેને જાતિસ્મરણશાન થાય ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com