________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૧
અધિકાર સાતમો] અન્ય ચિંતવન રોકાય તેનું નામ ધ્યાન છે. સૂત્રની સર્વાથસિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું છે કે જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન હોય તો અચેતનપણું થઈ જાય.” વળી એવી પણ વિવક્ષા છે કે-સંતાન અપેક્ષા નાના શેયનું જાણવું પણ થાય, પરંતુ જ્યાં સુધી વીતરાગતા રહે, અર્થાત્ રાગાદિક વડે પોતે ઉપયોગને ભમાવે નહિ ત્યાં સુધી નિર્વિકલ્પદશા કહીએ છીએ.
ઉપયોગને સ્વમાં લગાવવાના ઉપદેશનું પ્રયોજન પ્રશ્ન:- જો એમ છે, તો પરદ્રવ્યોથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો ઉપદેશ શા માટે આપ્યો છે?
ઉત્તર- જે શુભ-અશુભ ભાવોનાં કારણરૂપ પરદ્રવ્ય છે તેમાં ઉપયોગ લાગતાં જેને રાગદ્વેષ થઈ આવે છે તથા સ્વરૂપચિંતવન કરે તો રાગદ્વેષ ઘટે છે, એવા નીચલી અવસ્થાવાળા જીવોને પૂર્વોકત ઉપદેશ છે. જેમ-કોઈ સ્ત્રી વિકારભાવથી કોઈના ઘેર જતી હતી તેને મનાઈ કરી કે પર ઘર ન જા, ઘરમાં બેસી રહે; પણ જે સ્ત્રી નિર્વિકારભાવથી કોઈના ઘેર જાય, અને યથાયોગ્ય પ્રવર્તે તો કાંઈ દોષ નથી. તેમ ઉપયોગરૂપ પરિણતિ, રાગદ્વેષભાવથી પરદ્રવ્યોમાં પ્રવર્તતી હતી તેને મના કરી કહ્યું કે “પરદ્રવ્યોમાં ન પ્રવર્ત, સ્વરૂપમાં મગ્ન રહે;' પણ જે ઉપયોગરૂપ પરિણતિ વીતરાગભાવથી પરદ્રવ્યોને જાણી યથાયોગ્ય પ્રવર્તે તો તેને કાંઈ દોષ નથી.
ગણધરાદિક ઋદ્ધિધારક મુનિઓ અંતર્મુહૂર્તમાં બાર અંગની સ્વાધ્યાય વચનથી બોલીને કરે. છતાં ત્યાં આકુળતા નથી-રાગદ્વેષ નથી; ને ચોથા ગુણસ્થાનવાળો મૌનપણે વિચારમાં બેઠો હોય છતાં ત્યાં રાગદ્વેષ વિશેષ છે, તેથી આકુળતા છે; માટે પરદ્રવ્ય કાંઈ રાગદ્વેષનું કારણ નથી. પરના જ્ઞાનનો નિષેધ નથી કર્યો પણ પર પ્રત્યે રાગદ્વેષનો નિષેધ કર્યો છે-એમ જાણવું.
પ્ર. વૈશાખ વદ ૩ શનિવાર ૨-૫-૫૩ પરદ્રવ્ય રાગદ્વેષનું કારણ નથી જેને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની ખબર નથી છતાં પોતાને જ્ઞાની માને છે, તથા પરદ્રવ્યના જ્ઞાનને રાગદ્વેષનું કારણ માનીને ત્યાંથી ઉપયોગને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com