________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો
સુધી જ્ઞાન પરૂપને ભિન્ન જાણી પોતાના સ્વરૂપમાં જ નિશ્ચિત થાય. તે પછી ભેદવિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી. પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે. પણ અહીં એમ નથી કે-૫૨દ્રવ્યને જાણવાનું જ મટી જાય છે; કારણ કે-પરદ્રવ્યને જાણવાં વા સ્વદ્રવ્યના વિશેષો જાણવાનું નામ વિકલ્પ નથી. તો કેવી રીતે છે? તો કહીએ છીએ-‘રાગદ્વેષવશથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો વા કોઈ જ્ઞેયને જાણતાં ઉપયોગને છોડાવવો-એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વીતરાગરૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે; અન્ય શેયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી, ત્યાં નિર્વિકલ્પદશા જાણવી.
૫૨નું જાણવું છૂટી જાય ને એકલા આત્માને જ જાણ્યા કરે તેનું નામ કાંઈ ભેદજ્ઞાન નથી, પણ સ્વપર બન્નેને જાણવા છતાં, સ્વને સ્વરૂપે જ જાણે ને પરને ૫૨રૂપે જાણે-તેનું નામ ભેદજ્ઞાન છે. સ્વ-૫૨ને એકપણે માનવા તે મિથ્યાત્વ છે; પણ પરને પરરૂપે જાણવું તે તો યથાર્થજ્ઞાન છે, તે કાંઈ દોષ નથી. સ્વ-૫૨ને જાણવાનો જ્ઞાનનો વિકાસ થયો તે બંધનું કારણ નથી. ૫૨ને જાણવાનું જ મટી જાય–એમ નથી. સ્વને સ્વરૂપે જાણવું ને પરને પરરૂપે જાણવું તે કાંઈ વિક્લ્પ કે રાગ-દ્વેષ નથી; પણ રાગ-દ્વેષ પૂર્વક જાણવું થાય ત્યાં વિકલ્પ છે. છદ્મસ્થને ૫૨ને જાણતી વખતે વિકલ્પ હોય છે તે તો રાગ-દ્વેષને કારણે છે, પણ કાંઈ જ્ઞાનને કારણે વિક્લ્પ નથી. માટે જેટલા રાગદ્વેષ મટયા ને વીતરાગતા થઈ તેટલી તો નિર્વિકલ્પદશા છે એમ જાણવું. અહીં ઉપયોગ અપેક્ષાએ નિર્વિકલ્પતાની વાત નથી. મિથ્યાદષ્ટિ જીવ પર્યાયનો તો વિચાર કરતો નથી, પર્યાયમાં કેટલા રાગદ્વેષ છે તે વિચારતો નથી અને ઉપયોગને સ્વમાં રાખવાને નિર્વિકલ્પ માને છે; પણ છદ્મસ્થનો ઉપયોગ એકલા સ્વદ્રવ્યમાં સ્થિર રહેતો નથી અને ઉપયોગનો તો સ્વ-૫૨ને જાણવાનો સ્વભાવ છે. તે ઉપયોગ બંધનનું કારણ નથી, પણ રાગદ્વેષ જ બંધનનું કારણ છે–એમ જાણવું.
પ્રશ્ન:- છદ્મસ્થનો ઉપયોગ તો નાના જ્ઞેયોમાં અવશ્ય ભમે, તો ત્યાં નિર્વિકલ્પતા કઈ રીતે સંભવે ?
ઉત્ત૨:- જેટલો કાળ એક જાણવારૂપ રહે, તેટલો કાળ નિર્વિકલ્પતા નામ પામે. સિદ્ધાંતમાં ધ્યાનનું લક્ષણ પણ એવું જ કહ્યું છે, યથા-‘પાદ્મચિંતાનિરોધો ધ્યાનમ્' (મોક્ષશાસ્ત્ર, અ. ૯. સૂત્ર ૨૭) અર્થાત-એકનું મુખ્ય ચિંતવન હોય તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com