________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૬૯ સ્વદ્રવ્ય-પદ્રવ્ય-બધાંને જાણે છે, પણ ત્યાં જેટલો વીતરાગભાવ છે તેટલી તો નિર્વિકલ્પદશા જ છે. ઉપયોગ ભલે નિર્વિકલ્પ ન હોય, પણ જેટલો કષાય ટળીને વીતરાગભાવ થયો છે તેટલી નિર્વિકલ્પદશા કાયમ છે.
પ્રશ્ન:- દ્રવ્ય-ગુણ-પર્યાય, સ્વ-પર વગેરે અનેક પદાર્થોને જાણવામાં તો ઘણાં વિકલ્પ થયા, તો ત્યાં નિર્વિકલ્પસંજ્ઞા કેવી રીતે સંભવે?
ઉત્તર:- નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પતા નથી. છદ્મસ્થને વિચારસહિત જાણવું હોય છે. તેનો અભાવ માનતાં જ્ઞાનનો પણ અભાવ થાય, ત્યારે એ તો જડપણું થયું પણ આત્માને એ હોતું નથી, માટે વિચાર તો રહે છે. વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, વિશેષનો નહિ, એમ કહીએ, તો સામાન્યનો વિચાર તો ઘણો કાળ રહેતો નથી, વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ ભાસતું નથી.
અહીં નિશ્ચયાભાસી જીવની સામે આ કથન સમજાવ્યું છે. અનુભવમાં નિર્વિકલ્પ ઉપયોગ હોય તે વખતે તો પરદ્રવ્યનું કે ભેદનું ચિંતન હોતું નથી, પણ અહીં જેટલી વીતરાગી પરિણતિ થઈ છે તેને નિર્વિકલ્પદશા કહી છે. વળી, જે વિશેષને માનતો જ નથી અથવા વિશેષને જાણવું તે બંધનું કારણ માને છે, ને એકલા સામાન્યને જ માને છે તેને અહીં કહે છે કે વિશેષ વગર સામાન્યનો નિર્ણય જ ન થાય. વિશેષને જાણવું તે કાંઈ દોષ નથી. સ્વ અને પર બન્નેને તથા સામાન્ય-વિશેષ બન્નેને યથાર્થ જાણ્યા વિના સમ્યજ્ઞાન જ થાય નહિ.
તે નિશ્ચયાભાસી જીવ સમયસારનો આધાર લઈને એમ કહે છે કે સમયસારમાં એમ કહ્યું છે કે
भावयेत् भेदविज्ञानमिदमच्छिन्न धारया।
तावधावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।। અર્થ:- આ ભેદવિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન પરથી છૂટી જ્ઞાનમાં સ્થિર થાય. માટે ભેદવિજ્ઞાન છૂટતાં પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને જ જાણ્યા કરે છે.'
હવે ત્યાં તો આમ કહ્યું છે કે પૂર્વે સ્વ-પરને એક જાણતો હતો. પછી એ બને જુદાં જાણવા માટે ભેદવિજ્ઞાનને ત્યાં સુધી જ ભાવવું યોગ્ય છે કે જ્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com