________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૬૭ પ્રશ્ન:- છમ0ને તો પરદ્રવ્યચિંતવન થતાં આસ્રવ-બંધ થાય છે.
ઉત્તર:- એમ પણ નથી, કારણ કે-શુક્લધ્યાનમાં મુનિજનોને પણ છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતવન હોવું નિરૂપણ કર્યું છે. અવધિમન:પર્યયાદિમાં પણ પદ્રવ્યને જાણવાની વિશેષતા હોય છે. વળી ચોથા ગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતવન કરે છે તેને આસ્રવ-બંધ વધારે છે. તથા ગુણશ્રેણી નિર્જરા નથી; ત્યારે પાંચમા-છઠ્ઠી ગુણસ્થાનમાં આહાર-વિહારાદિ ક્રિયા થતાં પરદ્રવ્યચિંતવનથી પણ આસ્રવ-બંધ થોડો થાય છે, વા ગુણશ્રેણી–નિર્જરા થયા જ કરે છે. માટે સ્વદ્રવ્ય-પદ્રવ્યના ચિંતવનથી નિર્જરા–બંધ નથી પણ રાગાદિક ઘટતાં નિર્જરા છે તથા રાગાદિક થતાં બંધ છે. તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, તેથી અન્યથા માને છે.
- શુક્લધ્યાનમાં ધ્યેયરૂપ તો એક આત્મદ્રવ્ય જ છે, પણ ત્યાં દ્રવ્ય-ગુણપર્યાયમાં ઉપયોગનું સંક્રમણ કહ્યું છે, છતાં તે જાણવાના કારણે રાગદ્વેષ કે બંધન નથી. અવધિજ્ઞાનમાં તો અસંખ્ય ચોવીશી જણાય, જાતિસ્મરણશાન થાય તેમાં અનેક ભવો દેખાય. અહો ! પૂર્વભવમાં ભગવાન પાસે હતા ને ભગવાને આમ કહ્યું હતું-એમ બધું જણાય, પણ તે જાણપણું કાંઈ બંધનું કારણ નથી. સ્વરૂપની દષ્ટિ અને વીતરાગભાવ તે જ સંવર-નિર્જરાનું કારણ છે, ને મિથ્યાત્વ તથા રાગદ્વેષરૂપ ભાવ તે જ બંધનનું કારણ છે.
જુઓ, ચોથા ગુણસ્થાનવાળો નિર્વિકલ્પ ઉપયોગમાં હોય ને પાંચમા છઠ્ઠા ગુણસ્થાનવાળો આહારાદિ શુભ ઉપયોગમાં વર્તતો હોય છતાં ત્યાં ચોથા કરતાં આસ્રવ-બંધ થોડો છે ને સંવર નિર્જરા વધારે છે, કેમ કે તેમને અકષાય પરિણતિ વિશેષ છે. ચોથા ગુણસ્થાને અમુક અંશે તો ગુણશ્રેણી નિર્જરા છે, પણ પાંચમાં છઠ્ઠી ગુણસ્થાનની અપેક્ષાએ તેને વિશેષ ગુણશ્રેણી નિર્જરા નથી. પાંચમા ગુણસ્થાનવાળો જીવ તિર્યંચ હોય ને લીલોતરી ખાતો હોય, અને તીર્થકરનો જીવ ચોથા ગુણસ્થાને હોય, ત્યાં તિર્યંચના પાંચમા ગુણસ્થાનવાળા જીવને વિશેષ અકષાયભાવ છે, ને સંવર-નિર્જરા પણ વિશેષ છે. માટે અંદરમાં ચૈતન્યનું અવલંબન વધતાં જેટલી અકષાય વીતરાગ પરિણતિ થઈ તેટલા આસ્રવ-બંધ નથી. જેટલા રાગદ્વેષ હોય તેટલા આસ્રવ-બંધ છે. છઠ્ઠાગુણસ્થાન વાળાને નિંદ્રા હોય ને ચોથા ગુણસ્થાનવાળો નિર્વિકલ્પધ્યાનમાં હોય છતાં છઠ્ઠી ગુણસ્થાને ત્રણ કષાયનો અભાવ છે ને ઘણી જ સંવર-નિર્જરા છે. કોઈવાર શિષ્યને પ્રાયશ્ચિત્ત આપતા હોય-ઠપકો આપતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com