________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
પરનો દોષ માનીને તેનાથી ઉદાસીનતા કરે છે તે તો વૈષ છે જ્ઞાનીને તો અંતરમાં ચૈતન્યના આનંદનો અનુભવ થયો છે. ત્યાં નિરાકુળતા થઈ છે, તેથી તેમને પર પ્રત્યે સહેજે વૈરાગ્ય થઈ ગયો છે. અજ્ઞાનીને સાચો વૈરાગ્ય નથી. જ્ઞાનીને તો અંતરના સાચા આનંદનો અનુભવ થયો છે, તેથી અંતરમાં વીતરાગરૂપ ઉદાસીન છે. ક્યાંય પરમાં સુખબુદ્ધિ સ્વપ્ન પણ રહી નથી. અંદરની શાંતિના અનુભવપૂર્વક યથાર્થ જ્ઞાન-વૈરાગ્ય જ્ઞાનીને હોય છે. તેને ક્ષણે ક્ષણે રાગ ઘટતો જાય છે. અજ્ઞાની વેપારધંધો વગેરે છોડીને મનગમતા ભોજન વગેરેમાં પ્રવર્તે છે ને તેમાં પોતાને સુખી માને છે, તથા ત્યાં પોતાને કષાયરહિત માને છે; પરંતુ તે પ્રમાણે વિષયભોગમાં આનંદ માનવો તે તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન છે-પાપ છે. ચૈતન્યના અનુભવપૂર્વક એવો વીતરાગભાવ પ્રગટે કે અનુકૂળ સામગ્રીમાં રાગ ન થાય ને પ્રતિકુળ સામગ્રીમાં દ્વેષ ન થાય ત્યારે જ કષાયરહિતપણું થયું કહેવાય.
પ્ર. વૈશાખ વદ ૨ શુક્રવાર તા. ૧-૫-પ૩ નિશ્ચયનયાભાસી અજ્ઞાની જીવની વાત ચાલે છે. પોતાની પર્યાયમાં રાગાદિ થાય છે તેને જાણતો નથી અને પોતાને એકાંત શુદ્ધ માનીને સ્વચ્છંદી બની વિષય-કષાયમાં વર્તે છે.
સુખ-દુઃખની બાહ્ય સામગ્રીમાં રાગ દ્વેષ ન થાય તેનું નામ વીતરાગતા છે; પણ અંદરમાં દ્વેષભાવથી ત્યાગ કરે તે કાંઈ વીતરાગતા નથી. પ્રતિકુળતાનો સંયોગ થાય ત્યાં અંદર કલેશના પરિણામ જ ન થાય, ને સુખ સામગ્રી મળતાં અંદર આનંદ ન માને,-એવી ચૈતન્યમાં અંતરલીનતા થાય તેનું નામ વીતરાગભાવ છે. હું તો જ્ઞાનાનંદ છું-એવી દષ્ટિ થઈ, પછી તેમાં એકાગ્રતા થતાં એવો વીતરાગભાવ પરિણમી ગયો કે અનુકુળ-પ્રતિકુળ સામગ્રીમાં રાગદ્વેષ ન ઊપજે. તેને બદલે પર્યાયમાં રાગ-દ્વેષ- અલ્પજ્ઞતા છે તેને ન માને અને શુદ્ધતા જ માનીને ભ્રમથી વર્તે તે તો મિથ્યાદષ્ટિ છે.
વેદાંતી અને સાંખ્યમતી, જીવને એકાંત શુદ્ધ માને છે તેમ નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ પણ પોતાની પર્યાયને જાણતો નથી ને આત્માને એકાંત શુદ્ધ માને છે.
એટલે તેને પણ વેદાંત જેવી જ શ્રદ્ધા થઈ. વેદાંત તો અશુદ્ધતા માનતા જ નથી, સાંખ્યમતવાળા અશુદ્ધતા માને છે પણ તે કર્મથી જ થવાનું માને છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com