________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ઉપયોગ લાગતો નથી. શ્રી ગણધરાદિકનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી; તેથી તેઓ પણ શાસ્ત્રાદિ કાર્યોમાં પ્રવર્તે છે. તો તારો ઉપયોગ શ્રી ગણધરાદિકથી પણ શુદ્ધ થયો કેમ માનીએ? તેથી તારૂં કહેવું પ્રમાણ નથી. જેમ કોઈ વ્યાપારાદિકમાં નિરૂધમી થઈ વ્યર્થ જેમ તેમ કાળ ગુમાવે, તેમ તું પણ ધર્મમાં નિરૂધમી થઈ પ્રમાદમાં એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે.
ચૈતન્યનો ઉદ્યમ કરે તેને વિષય-કષાય સહેજે મંદ હોય છે. ચૈતન્યનો ઉધમ કરતો નથી–સ્વાધ્યાયાદિ કરતો નથી ને પ્રમાદી થઈને ઝાડની જેમ પડયો રહે છે, તારો ઉપયોગ તો પ્રમાદી થઈ અશુભમાં પ્રવર્તે છે; તેને તું શુદ્ધોપયોગ ઠરાવે છે; પણ ગણધરદેવ જેવાને પણ શુદ્ધોપયોગ લાંબો કાળ રહેતો નથી. તેમને પણ શાસ્ત્રભ્યાસ વગેરેનો શુભભાવ આવે છે, તો તું શુદ્ધોપયોગમાં લાંબો કાળ ક્યાંથી રહી શકે? શુભ આવ્યા વિના રહેતો નથી. રાગના કાળે શુભમાં સ્વાધ્યાયાદિનો ઉદ્યમ ન કરે તો અશુભ-પાપભાવ થશે. માટે પરિણામનો વિવેક રાખવો જોઈએ. નિશ્ચયાભાસી અજ્ઞાની જીવ પરિણામનો વિવેક રાખ્યા વિના નિરુધમી થાય છે ને જેમતેમ પ્રમાદમાં જ કાળ ગુમાવે છે. અંતરમાં આનંદની વૃદ્ધિ થાય-ઘણી શાંતિ વધી જાય-એનું નામ શુદ્ધોપયોગ છે; પણ નિરુધમી થઈને જેમતેમ બેસી રહેવું તેનું નામ કાંઈ શુદ્ધોપયોગ નથી. નિશ્ચયાભાસી ઘડીકમાં ચિંતવન જેવું કરે અને વળી વિષયોમાં પ્રવર્તે, ક્યારેક ભોજનાદિમાં પ્રવર્તે, પણ શાસ્ત્રનો અભ્યાસ, પૂજા-ભક્તિ વગેરે કાર્યોને રાગ ક્લીને છોડે છે, શુભમાં વર્તતો નથી ને અશુભમાં વર્તે છે, અને શુદ્ધોપયોગની તો તેને ખબર નથી. જેમ સ્વપ્નમાં કોઈ પોતાને રાજા માને છે તેમ તે નિશ્ચયાભાસી જીવ પણ સ્વચ્છંદે પોતાની કલ્પનાના ભ્રમથી જ પોતાને શુદ્ધોપયોગી-જ્ઞાની માનીને પ્રવર્તે છે. માત્ર શૂન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગી ઠરાવી, ત્યાં ક્લેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ બની પડયા રહેવામાં સુખ માને તેમ તું આનંદ માને છે; અથવા જેમ કોઈ સ્વપ્નમાં પોતાને રાજા માની સુખી થાય તેમ તું પોતાને ભ્રમથી સિદ્ધસમાન શુદ્ધ માનીને પોતાની મેળે જ આનંદિત થાય છે; અથવા જેમ કોઈ ઠેકાણે તિ માની કોઈ સુખી થાય, તેમ કાંઈક વિચાર કરવામાં રિત માની સુખી થાય તેને તું અનુભવનિત આનંદ કહે છે. વળી જેમ કોઈ, કોઈ ઠેકાણે અરિત માની ઉદાસ થાય છે, તેમ વ્યાપારાદિક અને પુત્રાદિકને ખેદનું કારણ જાણી તેનાથી ઉદાસ રહે છે. તેને તું વૈરાગ્ય માને છે, પણ એમાં જ્ઞાન-વૈરાગ્ય તો કષાયગર્ભિત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com