________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૬૩ ચક્રવર્તી વગેરેને તો અંતરમાં રાગરહિત દષ્ટિ હતી, ને અનંતાનુબંધીનો અભાવ હતો. તેનું ઉદાહરણ લઈને મિથ્યાદષ્ટિ સ્વચ્છેદે પ્રવર્તે તો તો તેને તીવ્ર આસ્રવ-બંધ થશે. હું જ્ઞાની છું, મને કાંઈ દોષ લાગતો નથી એમ માનીને જે સ્વચ્છંદી અને મંદ ઉદ્યમી થઈને પ્રવર્તે છે, તે તો સંસારમાં ડૂબે છે. વળી પારદ્રવ્યથી જીવને દોષ લાગતો નથી-એમ કહ્યું છે, પણ એમ સમજે તે જ્ઞાની નિરર્ગલ સ્વચ્છેદ પ્રવૃત્તિ કરતો નથી. પરદ્રવ્યથી દોષ લાગતો નથી-એમ સમજનારને પરદ્રવ્ય પ્રત્યે વૈરાગ્ય હોય છે. પરની રુચિ કરે, પરનાં કાર્યનું અભિમાન કરે, સ્વચ્છેદે પ્રવર્તે તો ત્યાં પોતાના અપરાધથી બંધન થાય છે. પરદ્રવ્યના કર્તાપણાનો અભિપ્રાય તો કરે અને હું જ્ઞાતા છું' એમ કહે, પણ એમ કદી બની શકે નહિ; કેમ કે:
करे करम सोई करतारा। जो जानै सो जाननहारा।। जो करता नहि जानै सोई।
जानै सो करता नहि होई।। કર્તાપણું માને તે જ્ઞાતા રહેતો નથી, ને જે જ્ઞાતા છે તે કર્તાપણું માનતો નથી. માટે પર્યાયમાં રાગ-દ્વેષાદિ વિકારભાવ થાય છે તેને બૂરા જાણવા જોઈએ, અને તે વિકારને છોડવાનો ઉદ્યમ કરવો જોઈએ. પહેલાં અશુભ-પાપભાવો છૂટી જાય ને શુભ થાય; પછી શુદ્ધોપયોગ થતાં વ્રતાદિનો શુભરાગ પણ છૂટી જાય છે; માટે પર્યાયનો વિવેક રાખીને શુદ્ધોપયોગનો ઉધમ રાખવો.
વળી કોઈ જીવ, વ્યાપારાદિ વા સ્ત્રીસેવનાદિ કાર્યોને તો ઘટાડે છે પરંતુ શુભને ય જાણી શાસ્ત્રાભ્યાસાદિકાર્યોમાં પ્રવર્તતા નથી, અને વીતરાગ ભાવરૂપ શુદ્ધોપયોગને પણ પ્રાપ્ત થયા નથી, તે જીવ ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ પુરુષાર્થથી રહિત થઈ આળસુ-નિરુદ્યમી થાય છે. તેની નિંદા શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં કરી છે. ત્યાં દષ્ટાંત આપ્યું છે કે “જેમ ઘણી ખીર-ખાંડ ખાઈ પુરુષ આળસુ થાય છે, વા જેમ વૃક્ષ નિરુધમી છે, તેમ તે જીવો આળસુ-નિરુધમી થયા છે” હવે તેમને પૂછીએ છીએ કે-તમે બાહ્ય તો શુભ-અશુભ કાર્યોને ઘટાડયાં, પણ ઉપયોગ તો આલંબન વિના રહેતો નથી, તો તમારો ઉપયોગ ક્યાં રહે છે? તે કહો. જો તે કહે કે આત્માનું ચિંતવન કરીએ છીએ ” તો શાસ્ત્રાદિવડ અનેક પ્રકારના વિચારોને તો તેં વિકલ્પ ઠરાવ્યા, તથા કોઈ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો કાળ લાગે નહિ; કારણ કે વારંવાર એકરૂપ ચિંતવનમાં છબસ્થનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com