________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૬૧ દષ્ટિ તો પ્રગટી નથી ને પર્યાયથી પોતાને સિદ્ધ માને છે; પર્યાયમાં રાગાદિ વિકાર થાય છે તેને તો જાણતો નથી. વળી અચલ, અખંડ, અનુપમ એવા વિશેષણથી આત્માનું ધ્યાન કરે છે, પણ એવું અચલપણું અખંડિતપણું વગેરે તો જડમાં પણ સંભવે છે. જીવના સ્વભાવની તો ખબર નથી, ને પર્યાયનો પણ વિવેક કરતો નથી અને કહે છે કે જ્ઞાનીને આસ્રવ-બંધ નથી એમ આગમમાં કહ્યું છે; આગમનું નામ લે છે પણ પોતાને તો તેવી દષ્ટિ પ્રગટી નથી, ને “હું પણ જ્ઞાની છું' એવા અભિમાનથી સ્વચ્છેદે પ્રવર્તે છે. સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન-વૈરાગ્ય હોય છે, ત્યાં તેને દૃષ્ટિઅપેક્ષાએ અબંધ કહ્યો છે, પણ પર્યાયમાં જેટલો રાગ છે તેટલું તો બંધન છે.
અવિરત સમ્યગ્દષ્ટિ પોતાને દ્રવ્યદૃષ્ટિથી અબંધ જાણે છે, પણ પર્યાયથી પોતાને તરણાતુલ્ય માને છે કે,-અહો! મારી પર્યાયમાં હજી પામરતા છે. સ્વભાવની પ્રભુતા હોવા છતાં પર્યાયમાં હજી ઘણી અલ્પતા-પામરતા છે. અહો, ક્યાં કેવળીની દશા,
ક્યાં સંત-મુનિઓનો પુરુષાર્થ! અને ક્યાં મારી પામરતા! એમ સમ્યગ્દષ્ટિને પર્યાયનો વિવેક હોય છે. આ નિશ્ચયાભાસી અજ્ઞાનીએ તો સ્વભાવની દષ્ટિ કરીને પર્યાયમાં અનંતાનુબંધીનો અભાવ કર્યો નથી. “જ્ઞાન-વૈરાગ્યનું પરિણમન તો તેને થયું નથી. ને અભિમાનથી ક્રોધ-માન માયાદરૂપે સ્વચ્છેદે પ્રવર્તે છે. શ્રી સમયસારના કળશમાં કહ્યું છે કે
सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युनोत्पुलक्रवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽधापि पापा
आत्मानात्त्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ता।। १३७।। અર્થ:- પોતાની મેળે જ “હું સમ્યગ્દષ્ટિ છું, મને કદી પણ બંધ નથી' એ પ્રમાણે ઊંચું ફુલાવ્યું છે મુખ જેણે, એવા રાગી વૈરાગ્યશક્તિરહિત પણ આચરણ કરે છે તો કરો તથા કોઈ પાંચ સમિતિની સાવધાનતાને અવલંબે છે તો અવલંબો, પરંતુ જ્ઞાનશક્તિ વિના હજી પણ તે પાપી છે. એ બન્ને આત્મા-અનાત્માના જ્ઞાનરહિતપણાથી સમ્યત્વ રહિત જ છે.
જેને ચૈતન્યની રુચિ નથી, વિષયાદિથી ભિન્નતાનું ભાન પણ નથી, વિષય કષાયોમાં મીઠાશથી વર્તે છે ને વૈરાગ્યશક્તિથી રહિત છે; અને આત્માને પર્યાયથી પણ શુદ્ધ માનીને અભિમાનથી સ્વચ્છેદે વર્તે છે તે પાપી જ છે, તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com