________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨)
કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ [ આ મોક્ષમાર્ગપ્રકાશકનાં પ્રવચનોમાં પૂર્વ જ્યારે અનેક યાત્રાળુઓ સોનગઢ આવતા હતા ત્યારે, પૃષ્ઠ ૨૧ર થી ર૧૮ સુધીનો ભાગ બાકી રાખીને આગળ વંચાયું હતું. તે બાકી રહેલા ભાગનાં આ પ્રવચનો છે. વિષયની સુસંબદ્ધતા માટે મૂળ ગ્રંથના ક્રમ પ્રમાણે આ પ્રવચનો અહીં ગોઠવવામાં આવ્યા છે. ]
પ્રથમ વૈશાખ વદ ૧ ગુવાર, તા. ૩૦-૪-૫૩ જેને આત્માની યથાર્થ પ્રતીતિ અને જ્ઞાન નથી, પણ પોતાને જ્ઞાની માનીને સ્વચ્છંદ વર્તે છે એવા જીવની પ્રવૃત્તિનું આ વર્ણન છે. તે જીવ એક શુદ્ધ આત્માને જાણવાથી જ્ઞાનીપણું હોય છે, અન્ય કશાની જરૂર નથી, એવું જાણી કોઈ વેળા એકાંતમાં બેસી ધ્યાનમુદ્રા ધારી “હું સર્વ કર્મઉપાધિ રહિત સિદ્ધસમાન આત્મા છું.” ઈત્યાદિ વિચાર વડ તે સંતુષ્ટ થાય છે; પણ એ વિશેષણ કેવી રીતે સંભવિતઅસંભવિત છે, તેનો વિચાર નથી; અથવા અચલ અખંડિત અને અનુપમાદિ વિશેષણો વડે આત્માને ધ્યાવે છે, પણ એ વિશેષણો તો અન્ય દ્રવ્યોમાં પણ સંભવે છે. વળી એ વિશેષણો કઈ અપેક્ષાએ છે, તેનો વિચાર નથી; કોઈ વેળાં સૂતાબેસતાં જે તે અવસ્થામાં એવો વિચાર રાખી પોતાને જ્ઞાની માને છે. જ્ઞાનીને આસ્રવ બંધ નથી, એમ આગમમાં કહ્યું છે, તેથી કોઈ વેળા વિષય-કપાય રૂપ થાય છે; ત્યાં બંધ થવાનો ભય નથી, માત્ર સ્વચ્છેદી બની રાગાદિરૂપ પ્રવર્તે છે. પર્યાયનો વિવેક કરતો નથી, સાત તત્ત્વને જાણતો નથી ને “હું જ્ઞાની છું –એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે છે, તે નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. તેને નિશ્ચયનું ભાન નથી પણ નિશ્ચયનું નામ લઈને માત્ર પોતાનો સ્વચ્છેદ પોષે છે.
પર્યાયમાં સિદ્ધદશા પ્રગટી ન હોવા છતાં “હું કર્મ રહિત સિદ્ધસમાન છું' એમ માની સંતુષ્ટ થાય છે. દ્રવ્યદૃષ્ટિથી આત્માને સિદ્ધસમાન કહ્યો છે પણ એવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com