________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો હોય કે અરે ! આ શું કર્યું? છતાં તે વખતે ત્રણ કપાયનો અભાવ છે અને ચોથાવાળાને નિર્વિકલ્પ ધ્યાન વખતે પણ ત્રણ કષાયો વિદ્યમાન છે, તેથી તેને સંવર-નિર્જરા થોડાં છે ને આસ્રવ-બંધ વિશેષ છે.
શાંતિથી અને કરુણાથી ઉપદેશ આપે કે અરે ભાઈ ! તને આવો ભવ મળ્યો, આવો અવસર મળ્યો, તો હવે આવા દોષ છોડ! તારું સુધાર! આમ ઉપદેશ આપતી વખતે પણ મુનિને ત્રણ કષાયનો તો અભાવ જ છે, ને તેટલા પ્રમાણમાં બંધન થતું જ નથી. માટે પરદ્રવ્યનું જ્ઞાન તે બંધનું કારણ નથી. બંધનું કારણ તો મોહ છે. જેટલો મોહ ટળ્યો તેટલું બંધન નથી. જેટલો મોહ તેટલું બંધન છે.
પ્રશ્ન:- જો એમ છે, તો નિર્વિકલ્પ અનુભવદશામાં નય-પ્રમાણ-નિક્ષેપાદિનો વા દર્શન-જ્ઞાનાદિનો વિકલ્પ કરવાનો નિષેધ કર્યો છે. તેનું શું કારણ?
વીતરાગભાવ સહિત સ્વ-પરનું જાણપણું તે નિર્વિકલ્પ દશા
ઉત્તર:- જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, અને અભેદરૂપ એક પોતાના આત્માને અનુભવતા નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે-એ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે, પણ વસ્તુનો નિશ્ચય થતાં એનું કાંઈ પ્રયોજન રહેતું નથી, માટે એ વિકલ્પોને પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કે-સામાન્યરૂપ સ્વદ્રવ્યનું જ ચિંતવન રહ્યા કરે. ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્યરૂપ વા વિશેષરૂપ જાણવું થાય છે, પણ તે વીતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પદશા છે.
વિકલ્પ આવે પણ વિકલ્પમાં જ ધર્મ માનીને અટકી રહે તો મિથ્યાષ્ટિ છે. ભેદના આશ્રયે નિર્વિકલ્પ અનુભવ નહિ થાય; માટે નય-પ્રમાણ-નિપક્ષના વિકલ્પો છોડાવ્યા છે પણ તેનું જ્ઞાન નથી છોડાવ્યું. વિકલ્પ છોડીને અભેદ આત્માનો અનુભવ કરાવવા માટે ઉપદેશ છે. અહીં તો એ બતાવવું છે કે પરનું જ્ઞાન તે બંધનું કારણ નથી પણ મોહ જ બંધનું કારણ છે. સમ્યગ્દષ્ટિ ધર્મીને વસ્તુસ્વભાવનો અનુભવ થયો છે, છતાં તેને નિર્વિકલ્પદશા કાયમ રહેતી નથી, તેને પણ વિકલ્પ તો આવે છે; પણ તેથી કાંઈ મિથ્યાત્વ થઈ જતું નથી. નિર્વિકલ્પ પ્રતીતિ થયા પછી સામાન્ય દ્રવ્યમાં જ ઉપયોગ રહ્યાં કરે એવું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com