________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૨ ]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કોઈ જીવો વ્રત–સમિતિ વગેરે કરે તોપણ તે નિશ્ચયથી પાપી જ છે. ચૈતન્યની દૃષ્ટિ નથી, અનંતાનુબંધી કષાયનો અભાવ થઈને વૈરાગ્યનું પરિણમન થયું નથી. અને પોતાને સમ્યગ્દષ્ટિ માનીને પ્રવર્તે છે, તો તે પાપી જ છે. કહ્યું છે કેઃ
ज्ञानकला जिनके घट जागी, ते जगमांहि सहज वैरागी । ज्ञानी मगन विषयसुखमांही, यह बिपरीत संभवै नाहीं ॥।
જેનાં અંતરમાં ભેદજ્ઞાનરૂપી કળા જાગી છે, ચૈતન્યના આનંદનું વેદન થયું છે એવા જ્ઞાની ધર્માત્મા સહજ વૈરાગી છે તે જ્ઞાની વિષયકષાયોમાં મગ્ન હોય એવું વિપરીતપણું સંભવતું નથી. જેને વિષયોમાં સુખબુદ્ધિ છે તે જીવ જ્ઞાની જ નથી. અંતરના ચૈતન્યસુખ સિવાય બધાં વિષયસુખ પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા હોય છે. હજી અંતરમાં આત્માનું ભાન ન હોય, તત્ત્વોનો કાંઈ વિવેક ન હોય, વૈરાગ્ય ન હોય અને ધ્યાનમાં બેસીને પોતાને જ્ઞાની માને છે તે તો સ્વચ્છંદ સેવે છે. જ્ઞાનવૈરાગ્યશક્તિ વિના તે પાપી જ છે. આત્મા અને અનાત્માનું ભેદજ્ઞાન જ તેને નથી. જો સ્વ-૫૨નું ભેદજ્ઞાન હોય તો ૫૨દ્રવ્ય પ્રત્યે વૈરાગ્ય થયા વિના રહે નહિ.
પ્રશ્નઃ- મોહના ઉદયથી રાગાદિ થાય છે; પૂર્વે ભરત વગેરે જ્ઞાની થયા તેમને પણ વિષય-કષાયનો રાગ તો હતો?
ઉત્ત૨:- જ્ઞાનીને હજી ચારિત્રમોહની અસ્થિરતા છે, તેથી રાગાદિક થાય છે, તે સત્ય છે; પરંતુ ત્યાં રાગ કરવાનો અભિપ્રાય નથી, રુચિ નથી, બુદ્ધિપૂર્વક રાગ થતો નથી. બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક-અભિપ્રાયપૂર્વક રાગાદિક ધર્મીને થતા નથીઃ પણ જેને હજી રાગાદિક થવાનો કાંઈ પણ ખેદ નથી-ભય નથી અને રાગાદિકમાં સ્વચ્છંદે પ્રવર્તે છે તેને તો શ્રદ્ધા જ સાચી નથી. રાગ થાય તે બૂરો છે-દોષ છે. અરે ! પર્યાયમાં હજી પામરતા છે તેથી આ દોષ થઈ જાય છે-એમ જ્ઞાનીને પાપનો ભય હોય-પાપભીરૂતા હોય. એવા વિવેક વગર તો સમ્યગ્દષ્ટિપણું હોય જ નહિ. જેને પરભવનો કાંઈ ભય નથી તે તો મિથ્યાદષ્ટિ પાપી જ છે. ધર્મી જીવને રાગાદિક ભાવ કરવાનો અભિપ્રાય તો નથી, ને અસ્થિરતાના રાગને પણ ટાળવા માટે ચૈતન્ય તરફનો ઉધમ વારંવાર કર્યા કરે છે. ભરત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com